બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પંચમહાલ:- જાંબૂઘોડા તાલુકામાં સાર્વત્રિક મેઘમહેર, સૂખી નદી બે કાંઠે વહેતી જોવા મળી.

ગોધરા: પંચમહાલ જીલ્લાના મીની કાશ્મીર ગણાતા જાંબૂઘોડા તાલૂકામાં ગત મોડી રાતની સાર્વત્રિક મેઘમહેર થવા પામી હતી.તાલુકામા આવેલા નદીનાળાઓ પાણીથી છલકાઈ ગયા હતા.જેમાં જાંબૂઘોડા પાસેથી પસાર થતી સુખી નદી બે કાંઠે જોવા મળી હતી.સાર્વત્રિક વરસાદથી પણ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યો હતો.જેમા પાછલા ચાર કલાકમાં 6  ઇચ જેટલો વરસાદ ખાબકયો હતો.


ગુજરાતમા વરસાદ હવામાન વિભાગની આગાહી કરવામા આવી હતી,પંચમહાલ જીલ્લાના ગોધરા, શહેરા સહિતના તાલુકાઓમા વરસાદ નોંધાયો હતો. જીલ્લામા હાર્દસમા અને છેવાડે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવા જાંબૂઘોડા તાલુકામાં ચાર કલાકમાં 6  ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો.પાછલા કેટલાક સમયથી હાથતાળી આપીને જતા રહેતા મેઘરાજા જન્માષ્ટમીના દિવસે બરાબર વરસ્યા હતા.ઉપરવાસમા ભારે વરસાદને કારણે જાંબૂઘોડા ગામમા પ્રવેશ કરતા જ  પસાર થતી સૂખી નદીમાં ભરપુર પાણી આવ્યા હતા.અને બે કાંઠે વહેતી જોવા મળી હતી.


નદીમાં નીર જોવા પણ લોકટોળા ઊમટ્યા હતા.વરસાદને કારણે જાંબુઘોડાના નીચાણાવાળા ખાખરીયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જેમા પશુઓના કોઢમા પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા.જાંબુઘોડા સહિતના ગ્રામીણ વિસ્તારમાવરસાદ શરૂ થતા ખેડુતોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ હતી,શહેરાનગર અને તાલુકામાં વરસાદ નોધાયો હતો.