ગુજરાત વિધાનસભા સત્ર કેટલા કલાક ચાલ્યું અને કેટલા વિધેયક થયા પસાર જાણો સમગ્ર વિગત...
- ધારાસભ્યોના ટૂંકી મુદ્દતના નવ પ્રશ્નો અને તાકીદની જાહેર બાબતો સંદર્ભે 116ની બે નોટીસ ઉપર પણ ચર્ચા વિચારણા કરાઈ
21મી સપ્ટેમ્બરથી શરૂ થયેલું ચૌદમી ગુજરાત વિધાનસભાનુ ચોમાસું સત્ર ગઈકાલે પુરું થયું હતું. આ પાંચ દિવસીય સત્રની છ બેઠકો ગૃહની કામગીરી મહ્દ અંશે મોડી રાત સુધી ચાલી હતી. તમામ વિધેયકોની ચર્ચામાં ગૃહે 32 કલાક અને સમગ્ર સત્ર દરમિયાન 43 કલાક અને 35 મિનિટની કામગીરી કરવામાં આવી હતી.
સત્રમાં ગુંડાધારો, ભૂમાફિયાધારો, અસામાજિક તત્વોને નાથવા પાસા કાયદામાં સુધારો, ગણોતધારો, એપીએમસી એક્ટ, મહેસુલી સુધારાઓ, મત્સ્ય ઉદ્યોગ કાયદામાં સુધારો સહિત 20 જેટલા વિધેયકો મંજૂર કરી કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સત્ર દરમિયાન ધારાસભ્યો દ્વારા ટૂંકી મુદ્દતના નવ પ્રશ્નો અને તાકીદની જાહેર બાબતો સંદર્ભે 116ની બે નોટીસ ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.