ઘરે બનાવો ગુજરાતી પાત્રા
- ૧/૨ કપ બેસન
- ૧ ચમચી આદુની ચમચી
- ૧ નાની ચમચી લીલા મરચાની પેસ્ટ
- ૧ નાની ચમચી લાલ મરચા પાઉડર
- ૨ નાની ચમચી ધાણાજીરું
- ૧ નાની ચમચી હળદર પાઉડર
- ૨ નાની ચમચી તેલ
- ૨ મોટા ચમચા આંબલીનો પલ્પ
- ગોળ
- મીઠું સ્વાદાનુસાર
- ૨ મોટા ચમચા તેલ
- કોથમીર
- ૧/૨ નાની ચમચી હિંગ
- ૧ નાની ચમચી રાય
- ૧ મોટો ચમચો
- નાળિયેર
- પતરવેલિયા
ગુજરાતી પાત્રા બનાવની રીત :
સૌ પ્રથમ પાણીને ગરમ કરી લો, હવે પતરવેલિયાના પાનના ડીટીયા કાપી લો અને પાછળની તરફ ફેરવીને હળવા હાથે વણી લો.
બેસનને એક બાઉલમાં લો. તેમાં આદુની પેસ્ટ,લીલા મરચાની પેસ્ટ, લાલ મરચા પાઉડર, ધાણાજીરું પાઉડર, જીરા પાઉડર, હળદર પાઉડર, વાટેલા તલ, આંબલીનો પલ્પ, ગોળ અને આવશ્યકતા અનુસાર પાણીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
મીઠું નાખીને મિક્સ કરી લો. એક પતરવેલિયાના પાનને ફેરવીને થોડીક પેસ્ટ લગાવી લો, તેના ઉપર બીજુ એક પાંદડું રાખો, પરંતુ ધ્યાન રહે કે બીજા પાનને પહેલા પાનની વિરુદ્ધ દિશામાં ગોઠવો.
આના પર પેસ્ટ લગાવો, પછી બંને બાજુને વાળી લો, ત્યારબાદ આને એક ડીસમાં મુકો અને તેને બાફવા મુકો, બફાયા બાદ તેને બહાર કાઢીને ઠંડું કરી લો.
પછી તેમની ગોળ સ્લાઈસ કરી લો. એક નોર્ન સ્ટીક કઢાઈમાં તેલ ગરમ કરી લો, ત્યારબાદ કોથમીર કાપી લો,તેલમાં હિંગ,રાઈ,તલ શેકાય જાય ત્યારે તેને એક કઢાઈમાં આ પતરવેલિયાને નાખો અને તળી લો. સર્વિંગ પ્લેટ પર રાખો. નારીયેલ અને લીલી કોથમીરથી સજાવીને ગરમ ગરમ પીરસો.