બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો દબદબો, NSUI એ 6 બેઠક જીતીને ABVP ને આપી પછડાટ...

ગુજરાત યુનિવર્સિટીની સેનેટ-વેલ્ફેરનું પરિણામ..

ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ-વેલ્ફેરની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમા બેઠક પર NSUI નો વિજય થયો છે, તો બેઠક પર ABVP ના ઉમેદવારનો  વિજય થયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની કુલ 10 બેઠકો હતી, જેમાં મેડિકલની 2 બેઠકો પર ABVP ની બિન હરીફ જીત થઇ હતી...જયારે 8 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાંથી 6 બેઠકો પર NSUI એ જીત મેળવી છે જયારે બાકીની 2 બેઠકો પર ABVP  એ જીત મેળવી છે..



ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો દબદબો


PG આર્ટ્સમાં NSUI ના ઉમેદવાર રોનક સોલંકિની જીત થઈ છે….PG કોમર્સમાં NSUI ના ઉમેદવાર રાહુલ થડોદા ની જીત થઇ છે..PG સાયન્સમાં ABVP ના ઉમેદવાર દિવ્યપાલસિંહ સોલંકીની જીત થઇ છે …LAW ફેકલ્ટીમાં NSUI ના ઉમેદવાર હર્ષદિત્યસિંહ પરમારની જીત થઇ છે...એજ્યુકેશન બેઠક પર NSUI ના ઉમેદવાર શુભમ તિવારીની જીત થઇ છે... 


NSUI ની જીત પર કોંગ્રેસ નેતા જયરાજસિંહની પ્રતિક્રિયા...


NSUI ની જીત પર કોંગ્રેસ નેતા જયરાજસિંહએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ કોંગ્રેસ પક્ષની વિચારધારાની જીત છે. NSUI ના વિદ્યાર્થીઓ ક્યારેય સત્તાધીશો થી ડર્યા નથી. તેમજ જયરાજસિંહે વેલ્ફેરની તમામ બેઠકો પર જીતનો દાવો કર્યો હતો...


NSUI-ABVP ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું.

ચૂંટણીના પરિણામો જાહેર થવાની સાથે-સાથે યુનિવર્સિટી કેમ્પસ બહાર ક્યાંક ને ક્યાંક NSUI-ABVP ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલો કાબુમા લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા, તેમજ કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને સાથે જ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સ્વાભાવિક રીતે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ પ્રકારના ઘર્ષણો જોવા મળતા હોય છે.