બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સ્કૂલ ફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, ટ્યુશન ફી સિવાય...

રાજ્યમાં એક તરફ કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે રાજ્યની શાળા કોલેજો હજી સુધી ચાલુ થઈ શકી નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા સંચાલકોને ફી ઉઘરાવવા માટે મનાઈ કરવામાં આવી હતી તો બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે સ્કૂલ ફી મુદ્દે મહત્વનો હુકમ કર્યો છે. ટ્યુશન ફી સિવાયની કોઈપણ જાતની ફી ખાનગી શાળાઓ માંગે નહીં, તેઓ હાઈકોર્ટે હુકમ કર્યો છે. સાથે સરળ હપ્તાથી ભરી શકાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જેથી મહામારી ના કારણે આ અસર પામેલા પરિવારના વાલીને રાહત મળી શકે, તેમ પણ હાઈકોર્ટે જણાવ્યું છે.

વધુમાં હાઇકોર્ટે ટકોર કરતા જણાવ્યું હતું કે બાળકોના ભવિષ્યની ચિંતા કરવી એ શાળા સંચાલકો અને સરકાર બંનેની જવાબદારી છે. શાળાઓમાં શિક્ષણ શરૂ ન થાય ત્યાં સુધી સ્કૂલ ફી મુદ્દે હાઈકોર્ટે આ હુકમ કર્યો છે

ઉલ્લેખનીય છે કે સરકારના ખાનગી શાળાઓને ફી નહીં ઉઘરાવવાના ઠરાવને હાઇકોર્ટે રદ કરી દીધો હતો તેમજ સ્કૂલ ફી મુદ્દે 48 પાનાનો હાઈકોર્ટનો હુકમ કર્યો છે. પાંચ પેજ ભરીને કોર્ટે ડાયરેક્શન આપ્યા છે. આ ડાયરેક્શનમાં શાળા સંચાલકો અને સરકાર ફરી બેસે. ખુલ્લા હૃદયે અને મને ચર્ચા કરી નવેસરથી નિર્ણય લે, તે પ્રકારના પણ કોર્ટે આદેશ કર્યા છે.