બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

૩૦મી તારીખથી ત્રણેક દિવસ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડવાની શકયતા

અરબી સમુદ્રમાં બંધાઇ રહેલા વરસાદી વાદળોની અસર હેઠળ આ શનિવારને ૩૦મી તારીખથી ત્રણેક દિવસ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય તોફાની પવન ફુંકાવાની સાથે ચોમાસાના આગમનની છડી પોકારતા ઝાપટા પડવાની શકયતા છે.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ૩૦મી તારીખથી પહેલી જુન દરમિયાન રાજયના વલસાડ, સુરત, ભરૂચ, ભાવનગર, ગીર-સોમનાથ, જુનાગઢ અને પોરબંદર જીલ્લા સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં કલાકના ૩૦ થી ૩પ કિલોમીટરની ઝપડે પવન ફુંકાવાની અને હળવા ઝાપટા પડવાની શકયતા છે. પવનની આ ઝપડ થોડો સમય વધીને કલાકના ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે.