બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યમાં કોવિડ-19થી સાજાથવાનો દર 48.13 ટકા થયો

રાજ્યમાં કોવિડ-19થી સાજાથવાનો દર 48.13 ટકા થયો છે. ગઇકાલે 503 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ છે. જેમાંથી અમદાવાદ જિલ્લામાંથી સૌથી વધુ 436 અને સુરત જિલ્લામાંથી 25 દર્દીને રજા અપાઈ છે.આ ઉપરાંત વડોદરા અને સાબરકાંઠામાંથી નવ, પાટણમાંથી આઠ, ખેડામાંથી છ, ગાંધીનગરમાંથી ચાર, મહેસાણા-સુરેન્દ્રનગરમાંથી 2-2 અને રાજકોટ અને ભરૂચમાંથી 1-1 દર્દી સાજા થતા ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સાત હજાર 137 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
 
સુરત શહેરમાંથી વધુ 31 દર્દીઓને રજા અપાતા સુરત શહેરનો રીકવરી રેટ 70.2 ટકા થયો છે. જે દેશભરમાં સૌથી વધુ છે. દરમિયાન રાજ્યમાં ગઇકાલે વધુ 361 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌધી વધુ 251 કેસ નોંધાયા છે. ગઇકાલે વધુ 27 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 914 થયો છે. રાજ્યમાં હાલ છ હજાર 777 સક્રિય કેસો સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ભરૂચ ભાવનગર, છોટાઉદ્દેપુર, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા છ દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી.