બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજકોટમાં છેલ્લા દસ દિવસમાં કોરોના કારણે થયા અધધ મૃત્યું...જાણો મૃત્યુદર...

કોરોના કહેર આખા વિશ્વમાં હાહાકાર મચાવી રહયો છે ત્યારે તેની અસર રાજકોટમાં ખઉબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.રાજકોટમાં કોરોના કેસો વધી રહયા છે તો સાથે સાથે મોતનો આંક પણ વધી રહયો છે, જે રાજકોટવાસીઓ માટે ચિંતાનો વિષય છે.છેલ્લાં દસ દિવસમાં 150 થી વધુ નો મૃત્યુઆંક એ રાજકોટના લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.સૌરાષ્ટ્રમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં રોજ સરેરાશ 12 વ્યક્તિના મોત કોરોનાથી થઈ રહ્યા છે.


રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી રોજના 65 પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં છેલ્લા 10 દિવસથી રોજના 35 કેસ નોંધાય રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં 111 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. આથી રાજકોટમાં દર બે કલાકે 1 મોત થઈ રહ્યું છે. આથી અમદાવાદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ડેથસ્પોટ બની ગઈ છે.


ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના કોરોના દર્દી રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આથી છેલ્લા 10 દિવસમાં 111 લોકોના મોત થયા તેમાં રાજકોટ જિલ્લાના સૌથી ઓછા દર્દીના મોત થયા છે. વધુ મોત અન્ય જિલ્લામાંથી આવતા કોરોના દર્દીના થઇ રહ્યા છે. આથી રાજકોટનો ડેથરેટ ઊંચો જઇ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 10 દિવસથી દર બે કલાકે એકનું મોત થઇ રહ્યું છે. 15 દિવસ પહેલા જોવા જઈએ દર ચાર કલાકે 1 દર્દીનું મોત થતું હતું.