ભારતની અડધી શહેરી વસતિ ફાંદવાળી! જાણો તમારું કેટલું વજન..
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન (NIN)એ 28 સપ્ટેમ્બરે દેશની ખાણી-પીણીની આદતો પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. What India Eats એટલે કે ભારત શું ખાય છે ટાઈટલથી પ્રકાશિત આ રિપોર્ટના અનુસાર ભારતનાં શહેરો અને ગામડાંમાં ખાવા-પીવા સંબંધિત આદતોમાં એક મોટો ગેપ છે.
આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, શહેરોમાં એબ્ડોમિનલ ઓબેસિટી, એટલે કે ફાંદ (પેટ)ની સમસ્યા 53.6% લોકોને, એટલે કે દર બીજી વ્યક્તિને છે, જ્યારે ગામડાંમાં 18.8% લોકોને સમસ્યા છે. વાત જ્યારે ઓવરવેટ અને ઓબેસિટી (મેદસ્વિતા)ની આવે છે તો તેમાં પણ શહેર (31.4% અને 12.5%) ગામડાં (16.6% અને 4.9%)થી આગળ છે.
શું બોડી માસ ઇન્ડેક્સનું કેલ્ક્યુલેશન બદલાઈ ગયું છે?
➡️ ICMR-NINના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ભારતીયોનું આદર્શ વજન 60 કિલો નહીં, પરંતુ 65 કિલો છે. તેવી જ રીતે મહિલાઓનું આદર્શ વજન 50 કિલો નહીં, પરંતુ 55 કિલો છે. 2010માં જે ભલામણો કરવામાં આવી હતી, એમાં પાંચ કિલો વજન વધારવામાં આવ્યું છે.
➡️ ભારતીય પુરુષોની આદર્શ ઊંચાઈ 5.6 ફૂટ (171 સેમી)થી વધીને 5.8 ફૂટ (177 સે.મી.) થઈ ગઈ છે. મહિલાઓની આદર્શ ઊંચાઈ 5 ફૂટ (152 સેમી)થી વધારીને 5.3 ફૂટ (162 સેમી) કરવામાં આવી છે. એનાથી બોડી માસ ઈન્ડેક્સ (BMI) કાઢવાની ફોર્મ્યુલા પણ બદલી શકાય છે.