બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હેન્ડર્સન આઇલેન્ડ જયાં માણસ નથી રહેતો તો પણ પ્રદૂષિત કેવી રીતે બન્યો ?

દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો સુંદર હેન્ડર્સન ટાપુ પણ માણસ રહેતો નથી છતાં પ્રદૂષણ જોવા મળે છે. માણસે ઘૂઘવતા મહાસાગરો ખૂંદીને અનેક ભૂભાગ શોધ્યા પરંતુ હેન્ડર્સન ટાપુ સુધી પહોંચ્યો ન હતો. આ  ટાપુની ઇકોલોજીને કોઇ પણ સદીમાં માનવજાતે ટચ કર્યો ન હતો. હેન્ડર્સન ટાપુની આ વિશેષતાના કારણે જ યૂનેસ્કો દ્વારા ૧૯૯૮માં વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવ્યો હતો. આ અનોખા હેરિટેજ સ્થળે ભલે માણસ ના પહોંચ્યો હોય પરંતુ માણસે ફેલાવેલા પ્રદૂષણનો કચરો પહોંચી ગયો છે. હેન્ડર્સનના કાંઠા વિસ્તારમાં બોટલ કેપ, કોસ્મેટિક જાર, પ્લાસ્ટિક બેગ પાણીમાં તરતા જોવા મળે છે. 

એક માહિતી મુજબ આ ટાપુના કાંઠા પર દરરોજ પ્લાસ્ટિકના ૧૩ હજાર ટૂકડા પાણીના મોજામાં વહીને આવે છે. ન્યૂઝીલેન્ડ અને ચિલીની વચ્ચે આવેલા આ ટાપુની ચોતરફ ૫ હજાર કિમી સુધી માનવ વસાહત ધરાવતો કોઇ ભૂભાગ નથી. એ રીતે જોઇએ તો પ્રાચીન સમયમાં ડેઝર્ટ આઇલેન્ડની કલ્પના થતી તેનાથી આ વિસ્તાર વધારે દૂર્ગમ છે. આ ટાપુની જમીન અને પાણી ખેતી માટે અનુકૂળ નથી પરંતુ થોડા પ્રમાણમાં કુદરતી રીતે ઘાસ ઉગી નિકળે છે. 

બે  વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયાની તસ્માનિયા ઇન્સ્ટીટયૂટ ફોર મરિન એન્ડ એર્ન્ટાટિકા સ્ટડીઝ દ્વારા હેન્ડર્સન ટાપુ પર એક અહેવાલ તૈયાર થયો હતો. આ અહેવાલમાં જણાવ્યા મુજબ કે હેન્ડર્સન ટાપુના કાંઠા વિસ્તારમાં ૩.૭૭ કરોડથી પણ વધુ પ્લાસ્ટિકના ટુકડા વેરાયેલા પડયા હતા.

દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં પેદા થતા દરિયાના મોજા પ્લાસ્ટિકના આ કચરાને રોજ હેન્ડર્સનના કાંઠે લઇ જાય છે. સમુદ્રના પ્રવાહોમાં થતી ઉથલપાથલના પરીણામે ગાર્બેજ પેચ તૈયાર થાય છે. આ પેચના સકંજામાં વર્ષો સુધી દરિયામાં ફેંકેલા પ્લાસ્ટિક અને ચીજ વસ્તુઓ આવી જાય છે. 

એક જ અવસ્થામાં ઘૂમરાયા પછી તે દરિયા કાંઠે ફંગાળાય છે.  હેન્ડર્સન જેવા નિર્જન વિસ્તારની જો આ સ્થિતિ હોયતો પછી માનવ વસ્તીથી ઘેરાયેલા વિસ્તારોની ભવિષ્યમાં શું સ્થિતિ હશે તેની તો કલ્પના પણ થઇ શકે તેમ નથી .નિષ્ણાતોનું માનવું છે કે આ રીતે હિંદ મહાસાગર કે એટલાન્ટિકના કાંઠા વિસ્તાર પણ પ્લાસ્ટિકથી ઉભરાય તો નવાઇ નહી. 

એક માહિતી મુજબ વિશ્વમાં ૩૦ કરોડ ટન પ્લાસ્ટિકનો ફરીથી ઉપયોગ કરવામાં આવતો નથી. આવા સંજોગોમાં મહાસાગરો પ્લાસ્ટિક અને ગંદકી ઠાલવવા માટેના ડસ્ટબીન જેવા બનતા જાય છે. વેસ્ટ મટેરિયલ અને ઇન્ડસ્ટ્રીઝના વિવિધ કચરાનો દરિયામાં નિકાલ કરવાની પ્રવૃતિ બેરોકટોક ચાલતી રહી છે. 

એક આગાહી મુજબ જો આવી રીતે પ્લાસ્ટિક દરિયામાં ઠલવાતું રહેશે તો ૨૦૫૦ સુધીમાં દરિયામાં માછલીઓ કરતા પ્લાસ્ટિકની સંખ્યા વધારે હશે. દરિયાઇ પ્રદૂષણમાં માણસ એટલો આગળ નિકળી ગયો છે કે હેડસર્ન ટાપુ જેવો અંતરિયાળ વિસ્તાર પણ બચી શકયો નથી.