હનુમાન જયંતીના દિવસે સંકટમોચનના આ 12 નામનો કરો જાપ, દરેક સંકટમાંથી મળશે મુક્તિ...
ચૈત્રી પુનમના દિવસે હનુમાન જયંતી મનાવવામાં આવે છે. આજે ચૈત્રી પૂનમ છે. ચૈત્રી પૂનમે બપોરે 12 વાગે અભિજિત મુહુર્તમાં સંકટમોચન હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજીના અનેક નામ છે પરંતુ તેમની સ્તુતિ માટે ખાસ કરીને આ 12 નામનો જાપ કરવામાં આવે છે, જેને હનુમાન દ્વાદશનામ સ્ત્રોત કહેવામાં આવે છે.
આ 12 નામનો જાપ ભક્ત અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે કરે છે. તેમજ હનુમાન જયંતીના દિવસે આ 12 નામનો જાપ કરવામાં આવે તો દરેક સંકટમાંથી મળે છે મુક્તિ, તો આવો જોઈએ હનુમાનજીની સ્તુતિ માટે કયા 12 નામનો જાપ કરવો જોઈએ તે...
હનુમાન દ્વાદશનામ સ્ત્રોતમાં પહેલું નામ હનુમાન, બીજુનામ અંજનીસુત, ત્રીજું વાયુ પુત્ર, ચોથું મહાબલી, પાંચમું રામેષ્ટ એટલે ભગવાન શ્રી રામના મિત્ર, છઠું ફાલ્ગણ સખા એટલે કે અર્જુનના મિત્ર, સાતમું પીંગાક્ષ એટલે જેમની આંખો લાલ અને સોનેરી છે, આઠમું નામ અમિત વિક્રમ એટલે જેમની વીરતા અથાક અને અપાર હોય, નવમું દધીક્રમણ એટલે એક છલાંગમાં સમુદ્ર પાર કરનારા, દશમું સીતાસોક વિનાશ એટલે માતા સીતાનું દુખ દુર કરનાર, અગિયારમું લક્ષ્મણ પ્રાણદાતા એટલે લક્ષ્મણના પ્રાણ પાછા લઈ આવનાર અને બારમું નામ દશગ્રીવદર્પહા એટલે રાવણના ઘમંડને દુર કરનાર.