પક્ષ પલટુઓ સામે હાર્દિક પટેલના આકરા તેવર, કહ્યું આવા નેતાઓને..
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ચારેકોર માહોલ ગરમાયેલો છે. ધારાસભ્યોના આંકડા પ્રમાણે ચાર બેઠકો પર યોજાનારી રાજ્યસભા સાંસદોની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ૨ - ૨ બેઠકો જીતતું હતું પરંતુ ભાજપે આંકડાઓથી વિપરીત ત્રણ ઉમેદવારો ઉભા રાખતા જ જોડતોડની રાજનીતિ શરુ થવાના એંધાણ આવી ગયા હતા.
હાલ ગુજરાતમાં વર્તમાન ધારાસભ્યોની સંખ્યા ૧૭૫ રહી છે અને ચાર બેઠકો +૧ એમ ૫ વડે ભાગવામાં આવે તો રાજ્યસભાની એક બેઠક પર જીત મેળવવા માટે ૩૫ મતોની જરૂર પડે. જેમાં ભાજપ ૨ બેઠકો આસાનીથી મેળવી શકે અને તે ૭૦ મતો બાદ ૩૩ મતો રહે, કોંગ્રેસ એક બેઠક આસાનીથી જીતી જાય ત્યારબાદ બીજી બેઠક માટે ૩૪ મતો રહે. આ પરિસ્થિતિમાં બાકી બચતા છોટુ વસાવા, મહેશ વસાવા અને એનસીપીના કાંધલ જાડેજાના થઈને ત્રણ મતો પર આગળ નિર્ભર છે.
હાર્દિક પટેલે સોશિયલ મિડિયાના માધ્યમ પર લખ્યું છે કે,'' જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ જનતા સાથે દ્રોહ કરીને પોતાના સ્વાર્થ માટે પાર્ટી બદલે છે ત્યારે આવા સ્વાર્થી નેતાઓને ચાર રસ્તે ઉભા રાખીને ચપ્પલોથી પીટવા જોઈએ.''