યુવા નેતા હાર્દિક પટેલે પોતાનો એડિટિંગ કરેલા ફોટા મામલે બીજેપી આઇટી સેલને લઈને શુ કહ્યું .જુઓ એક ક્લિક કરીને
સોશ્યિલ મીડિયા ઉપર છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે.જેમાં હાર્દિક પટેલને માથાના વાળ મહિલા હોય એ રીતે કરીને
ફોટો વાઇરલ કરવામાં આવ્યો છે હાર્દિક પટેલ દ્વારા આ ફોટો ભાજપ આઈ.ટી.સેલ દ્વારા વાઇરલ કરવામાં આવ્યો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.જેને લઈને હાર્દિક પટેલે પોતાના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું કે મને આ ચિત્ર સાથે કોઈ સમસ્યા નથી. મારા માટે આ સન્માનની વાત છે. મહિલા તો માં દુર્ગા અને રાણી લક્ષ્મી બાઈ પણ છે.
ભાજપનો આઇટી સેલ મહિલાને એટલી બધી નફરત કરતા હશે કે મારા ચહેરા પર પણ તે એક સ્ત્રીને જુએ છે. તેની કલ્પનામાં સ્ત્રી બનવું એ પાપ લાગે છે. મહિલાઓને પણ ખબર હોવી જોઈએ કે ભાજપનો આઇટી સેલ મહિલા ને કેટલી નફરત કરે છે. ભાજપના માણસોએ કેવો મસ્ત ફોટો બનાવ્યો છે. હું એક છોકરીના રૂપમાં પણ આટલો સુંદર હોઈશ એની કલ્પના જ મને ન હતી. તમારો આભાર. જેને પણ આ ફોટો બનાવ્યો છે તે વ્યકતિ પોતાની માં-બહેન ને પસંદ કરતો હશે કે નહિ...! આઇટી સેલવાળા છોકરાઓ આ તસવીરમાં પોતાની માતા, બહેન, ભાભી અને પત્ની જોઈ શકે છે. તમામ મહિલાઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે મને હેપ્પી વુમન ડે ની શુભેચ્છા પાઠવી શકો છો..! હું સુંદર લાગુ છું ને.
છેલ્લે એટલું જ કહીશ કે ફોટા પાછળ જે મહેનત કરો છો એ મહેનત પોતાના અધિકારની લડાઈ લડવા માટે કરતા હોત તો આજે બેરોજગાર ના ફરવું પડત.