બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હાર્દિક પટેલને જેલમુક્ત કરવા મુખ્યમંત્રીને કૉને લખ્યો પત્ર

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવો પત્ર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને શું કહ્યું 

પ્રતિ, વિજયભાઈ રૂપાણી 
માન. મુખ્યમંત્રીશ્રી, 
ગુજરાત રાજ્ય 

વિષય-  હાર્દિક પટેલને મુક્તિ આપવા બાબત

માન. વિજયભાઈ,
કુશળ હશો,

જયભારત સહ જણાવવાનું કે અત્યારે આખી દુનિયા કોરોનાના કહેરથી પીડાઈ રહી છે. આપનો દેશ અને રાજ્ય પણ કોરોના વાયરસના કહેરથી મુક્ત રહી શક્યા નથી. સરકારે આ મહામારીને અટકાવવા જે કઈ પગલાં લીધા છે અને સૂચનો કર્યા છે એમાં એક જાગૃત અને જવાબદાર વિપક્ષ તરીકે આ સંકટની ઘડીમાં સરકારને સમર્થન આપ્યું છે.

આપશ્રીને એક ધ્યાન દોરવા માંગુ છું કે છેલ્લા ઘણા વખતથી પાટીદાર સમાજના અગ્રણી અને કોંગ્રેસ નેતાશ્રી હાર્દિક પટેલને સાવ નાના સરખા ગુનામાં જેલમાં પુરી દેવાયા છે...માત્રને માત્ર રાજકીય વૈમનસ્ય દાખવીને હાર્દિક પટેલને કાયદાના ઓથા હેઠળ કંઈક ને કંઈક ટેક્નિકલ કારણો ઉભા કરીને બંધક બનાવી રાખ્યા છે...હાર્દિક પટેલે એવા ગંભીર ગુના કર્યા નથી કે આટલી મોટી સજા હોય. હું સમજુ છું કે કાયદો કાયદાનું કામ કરે અને આ દેશના ન્યાયતંત્ર પર પણ મને વિશ્વાસ છે પરંતુ આપની સરકાર અને પોલીસ કંઈક ને કંઈક નવું નવું શોધીને કાયદાના બહાને એક લોકનેતાને માત્ર રાજકીય દુશ્માનવટ રાખીને વર્તી રહી છે..અત્યારે કોરોનાના આ સમયગાળા દરમિયાન હાર્દિકને જેલમુક્ત કરી પરિવાર સાથે રહી શકે માટે અને આ ગંભીર બીમારીથી મુક્ત રહી શકે માટે જેલમુક્ત કરવા વિનંતી છે..
મારા લાયક કામકાજ જણાવશો.

આપનો ,
અમિત ચાવડા