હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત,૬ માર્ચ સુધી ધરપકડ પર રોક લગાવવામાં આવી
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને 2015 રાજદ્રોહના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાર્દિક પટેલની ધરપકડ પર સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. લગભગ એક અઠવાડિયા સુધી હાર્દિક પટેલની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે.
2015 રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટની ટ્રાયલમાં સતત ગેરહાજર રહેતો હોવાથી સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક પટેલની સામે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યું હતું. તેથી ક્રાઈમ બ્રાંચ પોલીસે વિરમગામ નજીક આવેલી હાંસલપુર ચોકડીથી તેની ધરપડક કરી હતી. ધરપકડ બાદ હાર્દિક પટેલને રાત્રીના સમયે મેટ્રો પોલીટન મેજિસ્ટ્રેટ ગણાત્રાના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 24 જાન્યુઆરી સુધી ન્યાયિક હિરાસતમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હાર્દિક પટેલની જામીન અરજીને સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને હાર્દિક પટેલના 25,000ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.