બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોંગ્રેસ નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલની મુશ્કેલીમાં થયો વધારો....વધુ એક બિનજામીન પાત્ર વૉરંટ થયું ઈશ્યુ...

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સામે વધુ એક બિનજામીનપાત્ર વૉરંટ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે ઈશ્યુ કર્યું . બોપલમાં 2017માં જાહેરસભા અને રેલીના ગુનામાં મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બિનજામીનપાત્ર વૉરંટ ઈશ્યુ કર્યું. 

  • કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો
  • બોપલમાં 2017મા જાહેરસભા અને રેલીના ગુનામાં વૉરંટ ઈશ્યુ
  • મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે વૉરંટ ઈશ્યુ કર્યું




હાર્દિક પટેલની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ થઇ....



હાલમાં એક હાર્દિક પટેલની સોશિયલ મીડિયામાં પોસ્ટ વાઇરલ થઇ છે એમાં જણાવ્યું કે હું સૌ જાગૃત પાટીદાર યુવાનો ને અપીલ કરવા માંગુ છું કે આપણે સૌ અધિકારની લડાઈના લડવૈયા છીએ. કોઈ પણ સમાજ, ધર્મ કે સામાજિક આગેવાનો ની વિરુદ્ધ માં લખવાનું કે બોલવાનું માંડી વાળવું જોઈએ. આપણી લડાઈ મુદ્દા આધારિત હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે સમાજની વિરુદ્ધ માં બોલવાથી કે લખવાથી આપણી માનસિકતા દેખાઈ આવે તેવા કામ ના કરવા મારી નમ્ર અપીલ છે. આપણા સંસ્કાર સૌને સાથે રાખવાના છે. કોઈ વ્યક્તિ આપણી વિરુદ્ધ માં બોલે તો આપણે મોટું મન રાખીને આપણે આપણા રસ્તે ચાલવાનું પસંદ કરવું જોઈએ. સોશિયલ મીડિયા માં અભદ્ર શબ્દ ના લખવા વિનંતી છે. જેવા સાથે તેવા થવું એ આપણા સંસ્કાર નથી. સૌ સાથે લડતા રહીશું તો આપણે એકલા થઇ જઈશું. આ મારો વ્યક્તિગત વિચાર છે. સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ કરીએ...