બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચવા પાટીદારો મેદાને, હાર્દિકના પત્ની કિંજલ પટેલે સંભાળ્યો મોરચો


સામાજિક, યુવાન અને ખેડૂત આંદોલન ના મજબૂત આંદોલનકારી એવા હાર્દિક પટેલ પર કિન્નાખોરી રાખીને ભાજપ સરકારે ત્રીસ થી વધુ ખોટા કેસો કર્યા છે. આ તમામ ખોટા કેસો પરત ખેંચવાની માંગણી સાથે ગુજરાતના ૭૦થી વધુ તાલુકા અને ૧૫થી વધુ જિલ્લા મથકો પર મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. આજે હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલની આગેવાની હેઠળ પાટીદાર યુવાનોએ અમદાવાદના કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું હતું .



હાર્દિક પટેલના પત્ની કિંજલે પટેલે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે બૉમ્બ ફોડવા, કોઈ ની હત્યા કરવી એ જ આતંકવાદ નથી પરંતુ કોઈને ખોટી રીતે હેરાન કરવા, જેલમાં મોકલવા, ખોટા પોલીસ કેસો કરીને ધમકાવવા આ પણ એક આતંકવાદ જ છે. ગુજરાતના મજબૂત અને ઈમાનદાર યુવાનો માટે ભાજપ આતંકવાદ છે. 



હું વકીલાતનો અભ્યાસ કરું છું અને મને એટલી ખબર પડે છે કે ભારતનો કાયદો લોકોના અધિકાર અને રક્ષા માટે છે, કોઈ પણ વ્યક્તિને હેરાન કરવા માટે નથી પરંતુ દુઃખની વાત એ છે કે આજે સ્વતંત્ર ન્યાયપાલિકાનો ઉપયોગ સામાન્ય અને સાચા માણસોને હેરાન કરવા માટે થઇ રહ્યો છે. હાર્દિકના આંદોલનથી ફક્ત એક સમાજને નહિ પરંતુ તમામ જરૂરિયાતમંદ સમાજને ફાયદો થયો છે અને રાજકીય ગુલામીની જંજીરોમાંથી મુક્ત કર્યો છે.