મરણોત્તર અંગદાન કરવાના સોગન ખાધા છે, સોશ્યલ મિડિયા પર મિશ્ર પ્રતિભાવો ઉમટ્યા.
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે મેં મરણોત્તર અંગદાન કરવાના સોગન ખાધા છે. એ સોગનના પ્રતીક રૂપે હું લીલી રિબન પહેરું છું.
અમિતાભના જેકેટ પર દર વખતે એક ગ્રીન રિબન દેખાતી રહી હતી. એ વિશે પૂછવામાં આવતાં તેમણે આ સ્પષ્ટતા કરી હતી. આમ તો અમિતાભ સતત એક યા બીજા પ્રકારે સખાવત કરતાં હોય છે. ખેડૂતોના આપઘાતના સમાચાર વચ્ચે તેમણે ઉત્તર પ્રદેશના સાતસોથી વધુ ખેડૂતોને પોતાના ખર્ચે ટ્રેન દ્વારા મુંબઇ બોલાવીને ખેડૂતોના કર્જાના દસ્તવેજો ચકાસ્યા બાદ તેમના કરજ ના પૈસા ચૂકવી દીધા હતા.
અમિતાભે ગ્રીન રિબન વિશે કરેલી સ્પષ્ટતાના પ્રતિભાવ રૂપે સોશ્યલ મિડિયા પર તેમના ચાહકોએ અભિનંદનનો વરસાદ વરસાવી દીધો હતો. જો કે ડૉક્ટર ભરતશ્રી વી એમ નામના તબીબે પોતાના પ્રતિભાવમાં લખ્યું કે તમે દાન કરવાની ઉમદા ભાવના ધરાવો છો એ જાણીને આનંદ થયો પરંતુ મને કહેતાં દુઃખ થાય છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમે દાન કરી શકો નહીં. તમારું પોતાનું આરોગ્ય તમારા કાબુમાં નથી.
આ ચાહકે એવી દલીલ પણ કરી હતી કે તમારાં અંગ કોઇના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકાય કારણ કે તમે પોતે હેપેટાઇટીસ બીથી પીડાઓ છો. વળી તમે લીવર ડોનેટ કરી ચૂક્યા છો એટલે ઇમ્યુનોસપ્રેસન્ટ ઔષધો લેતાં રહ્યા છો. આમ તમે અંગદાતા બની શકો એમ નથી.