બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

આવુ જીવન તમે જીવેલા છો? જાણો આ જીવન વિષે...

હોસ્ટેલ જીવનની વાત જ કાઇક જુદી અને અનેરી છે. હકીકત ની સંપુર્ણ જિંદગી નુ નાનુ એવુ પ્રતિબિંબ એટલે હોસ્ટેલ જીવન ગણી શકાય .પછી ભલે ને એ 1 વરસ હોય કે પછી એથી વધારે. શરુઆત માં તો જ્યારે હોસ્ટેલ મા જઈએ એટલે જુના લોકો જે હોય કે જે ત્યાં પહેલેથી જ રહેતા હોય તેમના દ્વારા આપણા પરના અત્યાચારો હોસ્ટેલ ના  પહેલા દિવસથી જ શરુ થઈ જાય છે . આમ, આપણી એક અલગ જ દુનિયાનો પહેલો પડાવ એ પહેલા દિવસથી જ શરુ થઈ જાય છે. હવે , એમની સામે કંઈ રીતે ટકીને રહેવુ એ તો જાતેજ શીખવું પડે.

દોસ્તોની સાથે કેવી રીતે રહેવુ જોઇયે એ પણ એક અગત્યનો ભાગ ભજવી જાય છે આપણી આખી જિંદગીભર. એમની સાથે મોડી રાત સુધી જાગી  સાથે ફેંકાં ફેંક કરવી , વાતોના ગપાટા મારવા ,ચા પીવી , હોસ્ટેલ ના અમુક કડક નિયમો નુ ઉલ્લંઘન કરી ગૃહપતિ ના હસ્તે મેથી પાક નુ બધા દોસ્તો સાથે મળીને સમ્માન મેળવવું વગેરે વગેરે.

નાસ્તા નુ મેનેજમેન્ટ, મહિનભરના એકી સાથે આવેલા રુપિયાનું જોરદાર રીતે મેનેજમેન્ટ  ( અને આ વસ્તુ તો આખી જિંદગી કામમા આવવાની). મોટાભાગનો સમય દોસ્તો ની સાથે મસ્તી મા વિતાવી એને એક યાદગાર પળ બનાવી દેવી. હોસ્ટેલ ની જિંદગીમાં નાના - નાના સુખથી માંડીને મોટા મોટા દુઃખ ને પચાવી પાડવાની એક ટેવ જેવી પડી ગઈ હોય છે. હવે આમને જિંદગી નુ કયુ દુઃખ નડવાનુ? કે જેને બધા દુઃખ પહેલેથી જ દેખી લીધા હોય અને એની સામે લડી લેવા તૈયાર જ હોય!
આપણે બધા એ વાતને ચોક્કસ પણે માનતા હશું કે દરેક લોકો મા ઓછામાં ઓછો એક ગુણ તો સારો હોય જ છે અને હોસ્ટેલ મા જેટલો પણ સમય રહીએ એટલા સમય મા જો એ બધાનો એક સારો ગુણ આપણા જીવન મા ઉતારીયે ને તો આપણી જિંદગી સફળ થઈ  જાય અને મારુ તો અંગત એવુ માનવુ છે કે આ જિંદગી જે જીવ્યા છે એ લોકો નસીબ લઈને આવ્યા હશે અથવા તો એમના પૂર્વજન્મના  પુણ્ય સારા હશે કે આ મજેદાર જિંદગીના પાઠ ભણવા મળ્યા અને જે આ જિંદગી નથી જીવ્યા તે બહુજ કમનશીબ કહેવાય.

સાથે જ હું છાતી ઠોકીને કહી શકુ કે જો આપણે એક પુસ્તક લખવા બેસીએ અને એનુ શીર્ષક જો ‘મારા સુવર્ણ દિવસો’ એવુ રાખવામાં આવે તો હોસ્ટેલ જીવન ની એક એક સેકન્ડ તમે એમા નીચોવી નાખો.