બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લાખોની નોકરી છોડીને ઓર્ગેનિક જામફળની ખેતી શરૂ કરી...સિઝનમાં 12 લાખ રૂપિયાની કમાણી

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના અંકલખોપ ગામના રહેવાસી શીતલ સૂર્યવંશી MBA કર્યા પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતા હતા. લાખોની સેલેરી હતી, 6 વર્ષ સુધી તેમને અલગ અલગ પોસ્ટ પર કામ કર્યું. પણ 2015માં તેમણે નોકરી છોડી દીધી અને ઓર્ગેનિક જામફળની ખેતીનો બિઝનેસ શરૂ કર્યો. આજે દરરોજ 4 ટન જામફળ તેમના બગીચામાંથી નીકળે છે. મુંબઈ, પૂણે સહિત ઘણા શહેરોમાં તે જામફળ મોકલે છે. એક સિઝનમાં 12 લાખ રૂપિયાની કમાણી થઈ રહી છે.


34 વર્ષના શીતલના પિતા ખેડૂત છે. બે બાઈ જોબ કરે છે, એક ડોક્ટર અને બીજો આર્કિટેક્ટ છે. શીતલ કહે છે કે, જ્યારે નોકરી છોડીને ખેતી કરવાનો નિર્ણય કર્યો તો પરિવારે વિરોધ કર્યો તેમનું કહેવું હતું કે, આવી સારી નોકરી છોડીને ખેતી કરવા કેમ માગો છો, ખેતીમાં નફો કેટલો છે..?


તેમણે કહ્યું કે, અમે જ્યાં રહીએ છીએ ત્યા મોટાભાગના ખેડૂતો શેરડીની ખેતી કરે છે. મારા પિતા પણ શેરડીની ખેતી કરતા હતા પણ આમા વધારે નફો ન હતો. ઉપરથી સમય પણ વધુ લાગતો હતો. એક પાક તૈયાર થવામાં 15-16 મહિના લાગી જતા હતા. સાથે જ ફેક્ટરીમાં વેચ્યા પછી પૈસા મોડેથી એકાઉન્ટમાં આવતા હતા.