હાર્ટ એટેકના કારણો અને ઉપાયો..શરીરને જરૂરી કોલેસ્ટ્રોલનો 80 ટકા ભાગ તમારું લિવર તમારા શરીરમાં રહેલી ચરબીમાંથી બનાવે છે.
ડાયાબિટીસ: ડાયાબિટીસ વારસાગત રોગ છે. મોટી ઉમ્મરે થનારો ટાઇપ-૨ ડાયાબિટીસ તમને થાય નહીં માટે વેળાસર એટલે કે ૩૦ વર્ષના થાઓ ત્યારથી કસરત કરવા માંડો, વજન વધે નહીં તેનું ધ્યાન રાખો અને ગળ્યા પદાર્થો ખાવાના ઓછા રાખો તો ડાયાબિટીસ ટાઇપ-૨ નહીં થાય અને હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થઇ જશે..
૫. કોલેસ્ટ્રોલ: સામાન્ય રીતે તમારા લોહીમાં કુલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ૨૦૦ મી.ગ્રામ જેટલું રહેવું જોઇએ. તેમાં પણ સારા (એચ.ડી.એલ.) કોલેસ્ટ્રોલનું પ્રમાણ ૩૫ મી.ગ્રામથી ૬૦ મી.ગ્રામ (એલ.ડી.એલ.) કોલેસ્ટ્રોલનું પ્રમાણ ૧૦૦ મી.ગ્રામથી વધારે ના હોવું જોઇએ. અહીં પણ એક વાત યાદ રાખવાની જરૂર છે કે એ. પિત્ત બનાવવા બી. શરીરના અંગોના કોષની દીવાલ બનાવવા સી. મગજમાંથી શરીરના અંગોને અને અંગોથી મગજને સંદેશા મોકલવાનું કામ કરનારા 'ન્યુરોટ્રાન્સમિટર' બનાવવા માટે તમારા શરીરને કોલેસ્ટ્રોલની જરૂર છે.
શરીરને જરૂરી કોલેસ્ટ્રોલનો ૮૦ ટકા ભાગ તમારું લિવર તમારા શરીરમાં રહેલી ચરબીમાંથી બનાવે છે જ્યારે ખોરાકમાંથી તો તમે ફક્ત ૨૦ ટકા જ મેળવો છો. તમારા લોહીમાં કોલેસ્ટ્રોલને ઓછું કરવાના તમારી પાસે આગળ જણાવેલા બે રસ્તા છે. એક છે નિયમિત કસરત કરવાનો અને બીજો છે ખોરાકમાં વધારે પડતી સંતૃપ્ત (સેચ્યુરેટેડ) ચરબી નહીં લેવાનો.
૬. વારસાગત કારણો: સમાજના ૩૦ ટકા લોકોને જો અગાઉથી ધ્યાન ના રાખે તો વારસાગત કારણોથી હાર્ટ એટેક આવવાની પૂરેપૂરી શક્યતા છે. આમ છતાં ચેતતા નર સદા સુખી એ કહેવત પ્રમાણે તમે ૨૫ વર્ષના થાઓ ત્યારથી તમે નિયમિત કસરત કરો, ખોરાકનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખીને તમારો બી.એમ.આઇ. ૨૫ની અંદર રાખો તો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર નહીં થાય અને વારસાગત કારણો હોય તો પણ તમે હાર્ટ એટેકને આવતો અટકાવી શકશો.
૭. અપૂરતી ઊંઘ: ૨૪ કલાકમાંથી તમારે ૬થી ૮ કલાકની ઊંઘ લેવી જોઇએ. આજના જમાનામાં આવક જાવકના બે છેડા ભેગા કરવા સમાજની દરેક વ્યક્તિ ખાસ કરીને પુરુષોને નોકરી હોય કે ધંધો પૂરતી ઊંઘ લેવાનો મોટો પ્રોબ્લેમ છે. કસરત કરવાનો સમય નથી પણ હજાર જાતની ચિંતા કરવાનો સમય છે અને તે રાત્રિનો સમય જ્યારે બધા જ પ્રકારની ચિંતાને બાજુ મૂકીને ઊંઘી જવું જોઇએ ત્યારે આવતી કાલની ચિંતા કરવામાં પૂરતી ઊંઘ લઇ શકતો નથી.
ખરી રીતે ૬થી ૮ કલાકની ઊંઘના સમયમાં શરીરના બધા જ અંગોને આરામ મળે છે. રાત્રિના સમય દરમ્યાન શરીરમાં ભરાએલો કચરો (વેસ્ટ પ્રોડક્ટ) કિડની પેશાબ વાટે અને મોટા આંતરડા મળ વાટે કાઢી નાખે છે એટલે જ્યારે સવારે ઊઠો છો ત્યારે તાજા (ફ્રેશ) થઇ જાઓ છો. જો તમે પૂરતી ઊંઘ ના લઇ શકો તો હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી જાય છે.
૮. ખોરાકનું આયોજન કરો: આજના જમાનામાં દરેક વ્યક્તિ જેમ પૂરતી ઊંઘ નથી લઇ શકતી તેમ ખોરાકનું યોગ્ય આયોજન પણ નથી કરી શકતી. સમતોલ આહાર શાને કહેવાય તે પણ જાણી લો. તમારી ઉંમર, તમારી જાતી (સ્ત્રી કે પુરુષ), તમારા બી.એમ.આઇ., તમારો કામ ધંધો અને તમારી કાર્યપધ્ધતિને ધ્યાનમાં રાખીને તમને ખોરાકના બધા જ ઘટકો એટલે કે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી, વિટામિન, મિનરલ્સ અને પાણી મળે અને તમારી રોજની કેલરીની જરૂરિયાત જળવાય તેને સમતોલ અને પૌષ્ટિક આહાર કહેવાય.
જરૂર લાગે તો નિષ્ણાત ડાયેટિશ્યનની સલાહ લઇને ખોરાકનું આયોજન કરીને ખોરાક લેવો જોઇએ પણ આવી બધી બાબતો માટે એને સમય નથી એટલે નથી નાસ્તાના ઠેકાણા કે નથી બે ટંક શાંતિથી જમવાના ઠેકાણા. પરિણામે એને ભૂખ લાગે એ તેનો જમવાનો સમય એવો રિવાજ જાણે અજાણે થઇ ગયો છે. અને તે વખતે જે જલ્દી મળે અને જલ્દી ખાઇ લેવાય તેવું અને શરીરને નુકસાન થાય તેવું ખાઇ લે છે. આના પરિણામે લાંબે ગાળે પેટ ખરાબ થાય, કિડની ખરાબ થાય અને લિવર ખરાબ થાય અને પછી હાર્ટ શું કરવા બાકી રહે.
જે ખોરાકથી હાર્ટને નુકસાન થાય, તેવા વધારે ચરબીવાળા, વધારે ખાંડ અને મીઠાવાળા અને પોષણ નામ માત્રના મળે તેવા પેટ ભરાય તેવા ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ વધારે પ્રમાણમાં ખાવાની ટેવ પડી ગઇ પછી થાય શું ? હાર્ટ એટેક સામે ચાલીને તમને આવે જ. શરૂમાં થોડો છાતીમાં દુખાવો થાય તેને ગણકારે નહીં અને થોડો દુખાવો વધે ત્યારે ભાન આવે કે કંઇ ગરબડ છે, જેવી ગભરામણ શરૂ થાય ત્યારે અકાળે મૃત્યુનો ડર લાગે એટલે આવી પડેલી મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા ડોક્ટર પાસે જવું પડે અને પછી જે સૂચના ડોક્ટર આપે તે પાળવી પડે. આ માટે ખોરાકનું પૂરતું આયોજન કરીને હાર્ટ હેલ્ધી ખોરાક લો.
શું પગલાં લેવા જોઇએ:
હાર્ટ એટેક લાવનારા બધા જ કિસ્સામાં કોઇ પણ લક્ષણ દર્દીને થાય ત્યારે થોડી પણ રાહ જોયા વગર ૧૦૮ નંબર પર ફોન કરીને એમ્બ્યુલન્સને બોલાવી નજીકની હોસ્પિટલમાં દર્દીને દાખલ કરી દેવો જોઇએ. હાર્ટ એટેક આવવાની શક્યતા છે કે નહીં તે જાણવા માટે કઇ તપાસ કરવી જોઇએ ? સામાન્ય રીતે અગમચેતી એ સાવચેતી એ નિયમ પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિએ (ખાસ કરીને પુરુષોએ) એક નિયમ તરીકે તેમના હૃદયની ચોક્કસ પરિસ્થિતિ કેવી છે તે જાણવા માટે આટલી તપાસ કરાવવી જોઇએ. એ. નિષ્ણાત કાર્ડિઓલોજિસ્ટ પાસે ૧. પલ્સ રેટ (નાડીના ધબકારા) ૨. બ્લડપ્રેશર અને ૩. ઈલેક્ટ્રોકાર્ડિઓગ્રામ (ઈ.સી.જી.)ની તપાસ કરાવી લેવી જોઇએ.
તેમની સલાહ લઇને બી. રેડિઓલોજિસ્ટ પાસે છાતીનો એક્ષ રે પડાવી લેવો જોઇએ અને સી. માન્ય પેથોલોજી લેબોરેટરીમાં તમારા લોહીની તપાસમાં લિપિડ પ્રોફાઇલની તપાસ કરાવી લેવી. તમારા કાર્ડિઓલોજિસ્ટ આટલી તપાસ પછી તમારા હૃદયની પરિસ્થિતિ વિષે જણાવશે. તમને વારસામાં એટલેકે પિતા, માતા દાદા કે દાદી અને નાના કે નાનીને કોઇને પણ બ્લડપ્રેશર કે ડાયાબિટીસ હોય અને/અથવા કોઇનું હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોય ઉપરાંત તમારું વજન વધારે હોય એટલેકે બી.એમ.આઇ. ૨૫થી વધારે હોય તો તમારે વધારાની તપાસમાં ટ્રેડમિલ ટેસ્ટ અને ઈકો કાર્ડિયોગ્રામ કરાવી લેવા જોઇએ.
હાર્ટ એટેકની સારવાર
હાર્ટ એટેકની સારવારમાં દવાઓ મુખ્ય ભાગ ભજવે છે. આ માટે હોસ્પિટલમાં દાખલ થઇને નિષ્ણાત કાર્ડિઓલોજિસ્ટ પાસે આગળ જણાવેલી તપાસ કરાવી અને દવાઓ વિષે પૂરતી વિગત જાણી અને તે લેવી જોઇએ અને સારવાર ચાલતી હોય તે દરમ્યાન તેમના કહ્યા પ્રમાણે સમયાંતરે તપાસ કરાવતા રહેવું જોઇએ અને દવાઓમાં વધારો ઘટાડો પણ તેમની સલાહ પ્રમાણે કરવો જોઇએ.
છેલ્લે એટલું જ જણાવવાનું કે જેમ તમારો જન્મ તમારા હાથમાં નથી તેમ તમારું મૃત્યુ પણ તમારા હાથમાં નથી પણ તમે તમારી દિનચર્યાના બધા જ કામ જીવનના અંત સુધી તમારી જાતે કરી શકો માટે તમારા શરીરના અદભૂત અંગ હૃદયની આગળ બતાવેલા બધા જ પગલાં અમલમાં મૂકીને તેની રક્ષા કરો કે જેથી તે જન્મથી મૃત્યુ સુધી તમારા શરીરના દરેક નાના મોટા અંગોને શક્તિ આપીને તે બધાને તરોતાજા રાખી શકે.