બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજ્યમાં થઈ શકે છે ભારેથી અતિભારે વરસાદ, NDRF ની 13 ટિમો ડિપ્લોય...

સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે..ત્યારે ઉત્તર ગુજરાતના તમામ 51 તાલુકામાં 12 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે...કડીમાં વિક્રમ સર્જક 12 ઈંચ વરસાદ નોંધાયો છે..બેચરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે...મધ્ય ગુજરાતના મહિસાગરમાં અને જુનાગઢના ગીરમાં પણ 10-10 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 32 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.



સમગ્ર રાજ્યમાં વર્ષી રહેલા ભારે વરસાદના કારણે રાજય માં અમરેલી, કચ્છ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, નવસારી, દાહોદ, બનાસકાંઠા, મહીસાગર, મોરબી, વલસાડ સુરત અને પાટણ જિલ્લામાં NDRF ની 13 ટિમો ડિપ્લોય કરવામાં આવી છે આ ઉપરાંત રાજ્યમાં ગાંધીનગર તેમજ વડોદરા ખાતે NDRF ની 2 ટિમ રિઝર્વ રાખવામાં આવી છે.





ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ વર્ષી રહ્યો છે તેમજ હવામાન વિભાગે આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે રાજકોટમાં SDRF ની એક ટિમ ડિપ્લોય કરવામાં આવી છે આ સાથે જ આગામી પરિસ્થિતિને પહોંચી વળવા SDRF ની  10 ટીમને રિઝર્વ રાખવામાં આવી છે.