બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સૌરાષ્ટ્રના લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ, આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું ફરીથી આગમન થઈ ગયું છે. અમરેલીમાં દરિયા કાંઠાના જાફરાબાદ પંથકમાં પણ વરસાદનું આગમન થઈ ગયું છે. જાફરાબાદ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે. વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી વહેતું થઈ ગયું હતું. જ્યારે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. બગસરા પંથકના વાતાવરણમાં પણ પલટો સામે આવ્યો છે. બગસરા શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોના વરસાદી ઝાપટા પડ્યા હતા. તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

રાજકોટના ગોંડલમાં વરસાદી માહોલ જામેલો છે. શહેરમાં ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. આ સિવાય ગીર સોમનાથના વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. વેરાવળના પડવા, ઘાભા, કોડીદ્રા, ભેટાળી, માથાશુરીયા અને આજુબાજુના ગામમાં વરસાદ વરસ્યો હતો. તેની સાથે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે મગફળી અને સોયાબીનના પાક માટે વરસાદ વરદાન સ્વરૂપ વરસ્યો છે. 

તેની સાથે દક્ષિણ ગુજરાતમાં તાપીમાં બે દિવસના વિરામ બાદ જિલ્લામાં વરસાદની ફરી એન્ટ્રી થઈ ગઈ હતી. વડા મથક વ્યારા શહેરમાં વરસાદ વરસ્યો હતો. અમુક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય તાલુકાના પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. 

જ્યારે હવામાન વિભાગ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 47 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે જણાવ્યું છે કે, 17 ઓગસ્ટ બાદ મોન્સૂન એક્ટિવ થઈ જશે. 17 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ થવાની શક્યતા રહેલી છે.