બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાતા આગામી 4 દિવસ રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી...

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સમગ્ર રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગામી 4 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે 21 ઓગસ્ટથી વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આ પાછળ કારણ જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાતા વરસાદી માહોલ યથાવત રહેશે..જેના પગલા 5 દિવસ માછીમારોને પણ દરિયો ના ખેડવા સુચના આપવામા આવી છે. 


છેલ્લા 5 દિવસથી સતત વરસાદના કારણે અનેક ડેમો ભરાઈ ગયા છે. અને નદી નળાઓ છલકાઈ ગયા છે ત્યારે સુરક્ષાના ભાગરૂપે ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓની રજાઓ પણ રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરી દેવામાં આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.