બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગર્ભાવસ્થામાં નારિયેળ પાણી પીવાના 5 ફાયદા


કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન નાળિયેર પાણીનું સેવન કરવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પ્રવાહીની રોજીંદા જીવનમાં જરૂરિયાત પૂરી પાડે છે. આવો જાણીએ નારિયેળ પાણી કેવી રીતે પીવું
  • ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ પાણી પીવાના આ 5 ફાયદા છે, જાણો દરરોજ કેટલા ગ્લાસ પીવા યોગ્ય છે

 સગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓને પોતાનું અને ગર્ભસ્થ બાળકનું સ્વાસ્થ્ય જાળવવા માટે વિવિધ પ્રકારના પોષક તત્ત્વોની જરૂર હોય છે. આ જ કારણ છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન પૌષ્ટિક ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે કારણ કે તે માતા અને બાળક બંનેને સ્વસ્થ રાખે છે. નારિયેળના પાણીમાં ક્લોરાઇડ, ઇલેક્ટ્રોલાઇટ, રિબોફ્લેવિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળના પાણીનું સેવન કરવાથી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અને પ્રવાહીની દૈનિક જરૂરિયાત પૂરી થાય છે. આવો જાણીએ નારિયેળ પાણી પીવાથી ગર્ભવતી મહિલાઓને શું ફાયદા થાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ પાણી પીવાના ફાયદા-
  • શરીરમાં લોહીનું સ્તર વધારવામાં, યુરિનરી ઈન્ફેક્શનને દૂર કરવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં નારિયેળ પાણી મદદરૂપ થાય છે.
  • ગર્ભાવસ્થામાં નારિયેળ પાણી હાર્ટબર્નની સમસ્યામાં પણ રાહત આપે છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન થાકથી રાહત મેળવવા નારિયેળ પાણી પી શકો છો.
  • સામાન્ય રીતે સગર્ભાઓને કબજિયાતની સમસ્યા રહે છે. નારિયેળ પાણીનું સેવન આ સમસ્યામાં રાહત આપે છે.  
  • નારિયેળ પાણીમાં કેલરીની માત્રા નહિવત હોય છે અને તે ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

નારિયેળ પાણી ક્યારે પીવું?
સગર્ભાને ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસમાં મોર્નિંગ સિકનેસ અને થાક અનુભવાય છે, તેથી આ સમયે નારિયેળ પાણીનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે. ગર્ભનું મગજ આ ત્રિમાસિકમાં જ વિકસે છે, તેથી તેને આ સમય દરમિયાન સૌથી વધુ પોષક તત્ત્વોની જરૂર હોય છે. માતા અને બાળક બંનેને નારિયેળ પાણીમાંથી જરૂરી પોષક તત્ત્વો મળે છે.

નાળિયેર પાણી પીવું કેટલું યોગ્ય?
ગર્ભાવસ્થામાં નાળિયેર પાણી પીવું ફાયદાકારક છે, પરંતુ તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન દરરોજ એક ગ્લાસ નારિયેળ પાણી પી શકાય છે. ધ્યાનમાં રાખો કે નારિયેળ તાજું અને સ્વચ્છ હોય, મોલ્ડ કે વીંધેલા નારિયેળનું સેવન ન કરો.