બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

લો, આ કેવુ હવે વેરો ભરવામાં પરચુરણ નહીં ચાલે!!

રાજકોટ મ્યનિસિપલ કોર્પોરેશને આજે કોઠારિયા રોડ પર આવેલ મંદિરનો વેરો ભરવા આવલા પૂજારી પાસેથી રૂ.૧૦૦૦નું પરચુરણ સ્વીકારવાની ના પાડી દેતા આ પૂજારી ત્યારે મુંઝવણમાં મુકાઇ ગયા હતા. તેઓ કોંગ્રેસ કાર્યાલયમાં રજુઆતમાં દોડી ગયા આ તે વખતની તસ્વીરમાં પરચુરણના ઢગલા સાથે પુજારી હેમેન્દ્રભાઇ ભટ્ટ નજરે પડે છે.

રાજકોટના કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા શ્રી મારૂતિ મંદિરના હાલના પુજારી હેમેન્દ્રભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે તેઓ આજે તેઓના મંદિરનો રૂ.રપ૦૦ નો વેરો ભરવા સેન્ટ્રલ ઝોન સિવીક સેન્ટરમાં ગયા જયાં તેઓએ રૂ.ર૦૦૦ની વિવિધ ચલણી નોટો અને રૂ.૧૦૦૦ ના જુદા-જુદા ચલણી સિક્કા કાઉન્ટર ઉપર આપતા સિક્કા નહી ચાલે તેમ જણાવી ફરજપરના કર્મચારીએ વેરો સ્વીકારવાની ના પાડી દેતા પૂજારી મૂંઝવણમાં મૂકાઇ ગયા.

તેઓએ જણાવેલ કે મંદિરમાં દાન સ્વરૂપે અપાતા સિકકાઓનીજ આવક થતી હોય છે ત્યારે જો ભારતીય રિઝર્વ બેન્ક માન્ય પ૦ પૈસા, ૧ રૂપિયો, ર રૂપિયા પ રૂપિયાના સિકકા સ્વીકારવાની તંત્રએ ના પાડી દીધી તે અન્યાયી છે.આથી પુજારી હેમેન્દ્રભાઇએ કોંગ્રેસ કાર્યલયના મંત્ર વિરલ ભટ્ટનું આ બાબતે ધ્યાન દોરતા તેઓએ આ મંદિરનો વેરો ભરાય જાય તે માટે જવાબદાર અધિકારીઓને રજુઆતો કરી હતી.