બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

'લવ જેહાદ' ના કાયદા પર હાઈકોર્ટનું કડક વલણ, આ કલમોને નકારવામાં આવી

ગુજરાત સરકાર દ્વારા અમલ મુકવામાં આવી રહેલા લવ જેહાદના કાયદાને લઈને મહત્વની જાણકારી મળી આવી છે. તેમાં લવ જેહાદકાયદા મુદ્દે ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમુક કલમોના અમલીકરણ માટે મનાઈ ફરમાવવામાં આવી છે.


ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ અવલોકનમાં જણાવવામાં આવ્યું છે કે, લોભ-લાલચ પુરવાર કર્યા વગર FIR દાખલ કરાશે નહીં. તેના સિવાય કલમ 3,4,5 અને 6 ના સુધારા અંગે મનાઈ કરવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આંતરધર્મીય લગ્નના આધારે FIR દાખલ કરવાની મનાઈ ફરમાવી છે.

 

જ્યારે રાજ્યમાં 15 જૂનના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય બિલ-2021 ને ‘લવ જેહાદ’ વિરોધી કાયદો પણ ગણાય છે. તેની સાથે અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કાયદાને રાજ્યમાં લાગૂ કરવા પાછળ કારણ તેમાં કોઈ પણ લાલચ, બળજબરી કે કોઈ પણ પ્રકારની હિંસા કરીને કોઈનું ધર્મ પરિવર્તન કરાવવામાં ના આવે. ગુજરાત વિધાનસભામાં ‘લવ જેહાદ’ કાયદો ભારે હોબાળા વચ્ચે પાસ કરાવી દેવામાં આવ્યું હતું.

આ સિવાય જો કોઈ વ્યક્તિ દ્વારા આ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેની સામે 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. જયારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડ ફટકારાશે. વધુમાં અનૂસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની સજા નક્કી કરાઈ છે.