બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ઝાડ પર ઠંડી પથરાઈ:હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 4 ડીગ્રીએ પહોંચ્યું.

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 4 ડીગ્રીએ પહોંચ્યું, સર્વત્ર બરફની ચાદર પથરાઈ; ગુજરાત પણ ટાઢથી ઠૂંઠવાયું અમીરગઢ, માઉન્ટ આબુમાં સર્વત્ર બરફ જ બરફ દેખાયો.

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સોમવારે એક જ રાત્રિમાં લઘુતમ તાપમાનનો પારો 2 ડીગ્રી ગગડી મંગળવારે માઇનસ 4 ડીગ્રીએ પહોંચ્યો હતો. સર્વત્ર બરફની ચાદર છવાઇ જવા પામી હતી. હાડ થિજાવતી ઠંડીના પગલે પર્યટકો ઠૂંઠવાયા હતા. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સોમવારે રાત્રે માઇનસ 4 ડિગ્રી તાપમાન નોંધાતા શીત લહેર પ્રસરી જવા પામી છે.

કાર ઉપર બરફ જામી ગયો હતો.
નલિયામાં 2.7 ડીગ્રી અને કેશોદમાં 6.2 ડીગ્રી ઠંડી. રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. નલિયામાં મંગળવારે 2.7 ડીગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે કેશોદમાં 6.2 ડીગ્રી ઠંડી હતી. અમદાવાદમાં તાપમાન 10 ડીગ્રી રહેવા પામ્યું હતું. હજુ બે દિવસ ઠંડી રાજ્યમાં રહેશે.