બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સ્વીટી પટેલની હત્યાનો કેસ ઉકેલાર PI દર્શનસિંહ બારડ સહિત ગુજરાતના છ પોલીસ અધિકારીઓને ગૃહમંત્રાલય દ્વારા સમ્માનિત કરાશે

દેશમાં આપણા કામ કરનારની ભાગ્યે જ કદર કરવામાં આવે છે તેવું જ કહેવું ખોટું નથી. જેમાં  ખાસ કરી પોલીસ અને સીકયુરીટી ફોર્સમાં કામ કરનાર અધિકારીને બદલે વર્ગ ધરાવનાર અધિકારી એવોર્ડ લઈ જાય છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ખાસ કરીને સફળ ઓપરેશન કરનાર અને ઉત્તમ ઈન્વેસ્ટીગેશન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ચાલુ વર્ષે દેશભરમાં પોલીસ અધિકારીઓને મળનાર સન્માનને લઈને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં છ પોલીસ અધિકારીની પસંદગી કરવાં આવી છે.



કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે ઈન્વેસ્ટીગેશન માટે પસંદ કરવામાં આવેલા પોલીસ લીસ્ટ સામે આવી છે. તેમાં પોલીસ અધિકારીમાં ડીસીપી વિધિ ચૌધરી, એએસપી નિતેશ પાંડેય, પોલીસ ઈન્સપેકટર મહેન્દ્ર સાંળુકે, મંગુભાઈ તડવી, દર્શનસિંહ બારડ અને એ વાય બલોચને સામેલ કરવામાં આવ્યા છે. ઈન્સપેકટર બારડ અને બલોચ હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પર રહેલા છે, દર્શનસિંહ બારડ દ્વારા તાજેતરમાં વડોદરાના ચકચારી મચાવનાર સ્વીટી હત્યાના કેસનો ભેદ ઉકેલી પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની ધરપકડ કરવામાં આવી હતી




તેની સાથે સુરતના પોલીસ ઈન્સપેકટર મહેન્દ્ર સાંળુકે દ્વારા વિદેશ મહિલાના હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. જેમાં છ પોલીસ અધિકારીઓમાં બે આઈપીએસ વિધી ચૌધરી અને નિતેશ પાંડેય પણ સામેલ છે.