બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

માડાગાસ્કરનું રાક્ષસી પક્ષી : એલિફન્ટ બર્ડ.

મા ડાગાસ્કરના ટાપુ પર એક જમાનામાં એલિફન્ટ બર્ડ નામનું પક્ષી જોવા મળતું હતું. શાહમૃગ જેવા આ પક્ષીના કદાવર શરીરને કારણે એલિફન્ટ બર્ડ કહેવાય છે. હલમાં આ પક્ષી જોવા મળતું નથી પરંતુ ફ્રાન્સની વિજ્ઞાાન એકેડેમીના મ્યુઝિયમમાં એલિફન્ટ બર્ડનું ૧૫ ફૂટ લાંબુ અને ૧૨ ફૂટ પહોળું લંબગોળ ઇંડુ આજે પણ જોવા મળે છે. ૧૦ ફૂટ ઊંચું હતું તે ઊડી શક્તું નહોતું. માડાગાસ્કરનો ટાપુ સાવ નિર્જન તો હતો પણ ત્યાં બીજા હિસંક પ્રાણીઓ પણ નહોતા.

નાનકડા ટાપુ પર માત્ર એલિફ્રન્ટ બર્ડ પક્ષીઓ જ હતાં. અને તેઓને ખોરાક છૂટથી મળતો એટલે દિવસે દિવસે કદાવર જ થવા લાગ્યા આમ તે પક્ષીની આખી જાત કદાવર થઈ ગઈ. માડાગાસ્કરટાપુ પર પોર્ટુગીઝો અને ફ્રેન્ચોના વહાણ પહોંચ્યા અને માણસની વસતી થઈ પછી એલિફન્ટ બર્ડનો શિકાર થવા લાગ્યો અને અંતે તે નાશ પામ્યા.