બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

અંતરાત્માનાં સૂચનો જીવનને કેવી રીતે અર્થપૂર્ણ બનાવી શકે ?

આપ આ જન્મમાં જે કરવા ઈચ્છો છો તે આપના હ્રદયમાં બરાબર રીતે છપાયેલું હોય છે. અનેકવાર આપના હ્રદયે આપને આપના આ જન્મનું પ્રયોજન યાદ કરાવ્યું હશે. પણ વ્યસ્ત જીવનની દોડધામમાં આપણે હ્રદયના સંકેતોને અવગણ્યા જ હોય છે. આપણા હ્રદયમાં શું લખાયું છે તે વાંચવું જોઈએ. અહીં પ્રસ્તુત પ્રયોગ આપનું હ્રદય ખોલી આપશે. આ પ્રક્રિયા પછી એવો ચમત્કાર થશે કે આપનો જન્મ સાર્થક થાય તેવું શ્રેષ્ઠ કાર્ય આપની સામે આવીને ઊભું રહેશે જેની આપ પ્રત્યક્ષ રીતે અનુભૂતિ કરી શકશો.


પ્રક્રિયા શરૂ કરતા પહેલાં ખાસ સૂચના:


આ પ્રયોગ માટે સૌ પ્રથમ એક નોંધ તૈયાર કરો. નોંધ તૈયાર કરતાં પહેલાં હાલમાં એવું વિચારો કે આપ સર્વશક્તિમાન છો. માત્ર વિચારવાનું જ નથી પણ થોડીવાર માટે હ્રદયથી અનુભૂતિ પણ કરવાની છે. જરૂર પડે તો થોડો સમય લઈને આપ બરાબર તૈયાર થઈ જાઓ. હવે હું પોતે સર્વશક્તિમાન છું એટલે હું શું છું? બીજા શબ્દોમાં કહીએ તો પોતે સર્વશક્તિમાન હોવું એટલે શું? પોતાનો શક્તિ સંપન્ન હોવાનો પરિચિત લખો. બરાબર વિસ્તાર પૂર્વક અને આપની સમજણ પૂર્વક લખો. આ પોતાના પરિચય લેખનમાં ઓછામાં ઓછાં ૩૦ વાક્યો અપેક્ષિત છે.


લેખનની વધારે સ્પષ્ટતા માટે નીચે આપેલ ઉદાહરણ મદદરૂપ બની રહેશે.
જેમકે... હું અતુલ ઉનાગર સર્વશક્તિમાન છું.  હું અજય અને અમર છું. મારી પાસે અખૂટ ધન-ધાન્ય છે. હું સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત છું. ભારતની દરેક ભાષાઓ અને દરેક જ્ઞાનથી હું પરિચિત છું. દરેક દેશના વિઝા મને પ્રાપ્ત છે. હું દરેક પ્રકારની સત્તા ધરાવું છું. જીવનમાં કોઈ દુઃખ નથી. ઈચ્છા પ્રમાણે બધું જ મળી રહે છે. મારી જિંદગીનાં હજુ સો વર્ષ બાકી છે. જિંદગી પાસે પૂરતો સમય છે. મારી કોઈ મર્યાદા જ નથી. આ પ્રકારનાં શક્તિશાળી વાક્યો પોતાના માટે લખો. અહીં ખાસ એ સમજવાનું છે કે ભલે આ બધું આજે તમારામાં નથી પણ ભવિષ્યમાં આવનારી શક્તિની કલ્પનાઓ કરી કરીને અસરકારક લખાણ લખવાનું છે. આ લખાણ જેટલું વધારે અને શ્રેષ્ઠ લખી શકો તેટલું વધારે સારું રહેશે.


હું સર્વશક્તિમાન મેં ઉપર પરિચય લખ્યો તે હું જ છું આવી પોતાની હોવાપણાની ફરીથી ફરીથી અનુભૂતિ કરતા રહો. મન અને હ્રદય બરાબર રીતે પોતાની શક્તિઓને સ્વીકારી લે તે રીતે ગંભીરતાપૂર્વક વિચાર પ્રક્રિયા કરો. જરૂર પડે તો થોડો વધારે સમય લો. હવે આપ શક્તિશાળી છો તેનો અંતઃકરણે સ્વીકાર કર્યા પછી જ આગળ વધો. આ પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી આપ સર્વશક્તિમાન છો તે ન ભૂલાય તેની કાળજી રાખજો.


સૌ પ્રથમ આ દેશ અને દુનિયાની સમસ્યાઓ શોધો અને તેની નોંધ બનાવો. એવી સમસ્યાઓ જ શોધવાની છે જે તમારી કલ્પેલી શક્તિના લેવલની હોય. આ સૂચિ બનાવવા માટે પૂરતો ચાલીસ મિનિટનો સમય લો. અપેક્ષા એવી છે કે ઓછામાં ઓછી પચ્ચીસથી વધુ સમસ્યાઓની નોંધ તૈયાર થાય.


સમસ્યાનું નામ અને તે મારી જવાબદારીમાં આવે છે તેવું સ્પષ્ટ લખો...

ઉદાહરણ તરીકે


આપે જે પચ્ચીસથી વધારે સમસ્યાઓની નોંધ તૈયાર કરી છે. તૈયાર થયેલ યાદીમાં આપને પોતાને તુરંત કરવા યોગ્ય લાગતી એક સમસ્યા અલગ તારવો અને તેને A નામ આપો. એક એવી સમસ્યા પણ અલગ તારવો જે લાંબાગાળે આપના દ્વારા કરવાની થતી હોય. તેને B નામ આપો. આ બન્ને આપનાં જીવન કાર્ય છે. તેને વળગી રહો, આમાંથી એક કામ માટે જ આપ પૃથ્વી પર અવતર્યા છો તેને ક્યારેય ના ભૂલશો. આ કાર્ય આપની પ્રતીક્ષા કરી રહ્યું છે....


ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ