બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ત્રિમાસિક પત્રક અને માસિક વેરો કેવી રીતે ભરવો ?

નાના વેપારીઓને લાભ થાય તેવા આશયથી નવી પધ્ધતી તા. ૧-૧-૨૦૨૧ થી અમલમાં મુકવામાં આવશે જે વ્યક્તિનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૫ કરોડ સુધીનું હોય. જો સરકારે ખરેખર નાના વેપારીને લાભ આપવો હોય તો અગાઉ વેટ કાયદા પ્રમાણે પત્રક ભરવાની સવલત તથા રિવાઇઝડ પત્રક ભરવાની સવલત આપવી જોઈએ કારણ કે અસંખ્ય નાના વેપારીઓ એકઠા થઇને જેમ ટીપે-ટીપે સરોવર ભરાય તે પ્રમાણે સરકારને ફાળો આપે છે. ખેર હજી નિયમ ૩૬(૪) નો દંડો પડતો રહેવાનો અને આ નવી પદ્ધતિ Quarterly Return Monthly Payment (QRMP) તરીકે ઓળખાશે અને આ પધ્ધતિમાં ભાગ લેનાર નોંધાયેલ વ્યક્તિને વેરો તથા પત્રકો કેવી રીતે ભરવા તે બાબતે સરકારશ્રીના જાહેર પરિપત્ર ક્રમાં ૧૪૩/૧૩/૨૦૨૦ - GST તા. ૧૦-૧૧-૨૦૨૦ ની સ્પષ્ટતાઓ વિષે આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે. નાના વેપારીઓ માટે લેટ ફી રદ્ કરવાનું પણ જો સરકાર વિચારે તો આજની કપરી પરિસ્થિતિમાં ખરેખર લાભ થાય એવો છે.

QRMP  વેરો, વ્યાજ, લેટ ફી

સ્કિમના નામ પ્રમાણે વેરો ભરવાનો માસિક રહેશે અને પત્રક ભરવાનું ત્રિમાસિક રહેશે. વેરો ભરવાનું ચલણ PMT06 છે. પૈસા ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ચલણમાં આ સ્કીમના વિકલ્પ હેઠળ રકમ ચૂકવવામાં આવી રહી છે તેવું દર્શાવે. વેપારીને પૈસા ભરવા માટે નીચે પ્રમાણે કરવાનું રહેશે.

(૧) પહેલા વિકલ્પ પ્રમાણે ત્રિમાસિક પત્રક ભરેલ હોય ત્યારે અગાઉના ત્રિમાસમાં ચલણ દ્વારા ભરેલ રકમના ૩૫% રોકડેથી આ સ્કીમ હેઠળ બે માસ માટે માસિક ભરવાના રહેશે જે ત્રિમાસિક માટે QRMP પ્રમાણે પત્રક ભરવાનું સ્વીકાર્યું હોય. આ પધ્ધતિને Fix Sum Method કહેવાય. બીજા વિકલ્પમાં અગાઉ માસિક પત્રક ભરેલ હોય ત્યારે છેલ્લા માસમાં ચલણ દ્વારા ભરેલ રકમ QRMP સ્કીમ હેઠળ ત્રિમાસના પહેલા બે માસમાં ભરવાની રહેશે.

(૨) બીજી પદ્ધતિ Self assessment Method ગણાશે જેમાં વેપારી વેરાશાખ બાદ કરીને બાકી રકમ ચલણ દ્વારા ભરી શકશે. પરિપત્ર પ્રમાણે વેરાશાખની રકમ ફોર્મ GSTR 2B પ્રમાણે નક્કી કરવાની થશે. ખાસ નોંધવાનું કે GSTR 2B માસ પૂર્ણ થયા બાદ ૧૨મી તારીખ સુધી GST પોર્ટલ ઉપર દેખાય અને ત્યારબાદ જો કોઇ વેપારીએ પોતાનું GSTR 1 મોડુ ભર્યું હોય તો આ રકમ GSTR 2B માં દેખાશે નહી અને GSTR ૨છ માં દેખાશે. જેથી કારણ વગરના વિખવાદ ઉભા થવાના.

વેપારીએ આ બેમાંથી કોઇપણ એક પધ્ધતિથી વેરો ભરવાનો રહેશે. GSTR ૩B ત્રિમાસના પૂર્ણ થયા બાદ ૨૨ અથવા તો ૨૪ તારીખ સુધી ભરવાનું રહેશે. અને મોડુ ભરવાથી વ્યાજ ભરવાનું થાય જ્યારે આ સ્કિમ પ્રમાણે તા. ૨૫મી સુધી માસિક વેરો ભરવામાં આવેલ હશે અને GSTR ૩B સમયસર ભરવામાં આવશે તો કોઈ વ્યાજ ભરવાનું રહેશે નહિ. માસિક વેરો ભરવામાં વિલંબ થવાથી કોઇ Late Fee લાગતી નથી પણ GSTR 2B મુદત વીત્યા પછી ભરવામાં આવે તો Late Fee ભરવાની થાય.

બાહ્ય સપ્લાયનું પત્રક
સામ્ન્ય ધોરણે બાહ્ય પત્રક GSTR ૧ માં ભરવાનું હોય છે. આ QRMP સ્કીમમાંIFF (Invoice Furnishing Facility) ની નવી સુવિધા આપવામાં આવી છે જેમાં વૈકલ્પિક રીતે સપ્લાયર માસિક વેચાણ બિલની વિગત ચઢાવી શકે છે. આમાં તમામ બિલ ચઢાવવા ફરજિયાત નથી. જે માસ પૂર્ણ થાય ત્યાર પછીના માસની ૧૩મી તારીખ સુધી IFF માં વિગત upload થઇ શકશે. માસિક રૂ. ૫૦ લાખથી વધુ રકમના બિલો IFF દ્વારા ચઢાવી શકાશે નહિ. આ Limit જોવા માટે GST સાથેની રકમ જોવામાં આવશે.

IFF માં દર્શાવેલ બિલો બીજી વખત GSTR ૧ માં ફરીથી બતાવવાના રહેશે નહિ. ત્રિમાસ પૂર્ણ થયા બાદ બાકી રહેલ બિલો GSTR ૧ માં બતાવવાના થાય. IFF ની સુવિધા વૈકલ્પિક છે અને ફરજિયાત નથી. ખાસ ધ્યાન રાખવું કે IFF માં કોઇ બિલ ચઢાવવાની ભૂલ થઈ હોય તો તેને સુધારવા માટે કોઇ છણાવટ પરિપત્રમાં કરી નથી. કદાચ એવું ભુલી જવામાં આવ્યું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર.

QRMP સ્કીમ હેઠળ જવા માટે અગાઉના તમામ પત્રકો ભરેલા હોવા જોઈએ. જો સપ્લાયરનો નોંધણી નંબર રદ થઇ જાય તો તેણે આ સ્કીમનો લાભ મળે નહિ અને GSTR 3B માસિક ભરવાના રહેશે. નોંધણી નંબર પૂર્નજીવિત થાય અને તમામ પત્રક ભરાઇ જાય ત્યારબાદ આ સ્કીમનો લાભ ફરીથી લઇ શકાશે.