ફણગાવેલા ચણા કેવી રીતે બનાવાની રીત અને તેના ફાયદા જાણો..
ફણગાવેલા ચણા રોજ એક વાટકી ખાવાના ફાયદા
ફણગાવેલા( પલાળેલા) ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આની સાથે સાથે આપણી ખૂબસૂરતીનું પણ ધ્યાન રાખે છે. આ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને નબળાઇ પણ દૂર થાય છે. ફળગાવેલા ચણામાં પ્રોટીન, ફાઇબર, મિનરલ અને વિટાનિન્સ ભરપૂર માત્રામાં હોય છે. જે કેટલીય બીમારીઓની સાથે-સાથે સ્વસ્થ રહેવામાં પણ મદદરૂપ થાય છે. ફળગાવેલા ચણા લોહીનાં શુદ્ધીકરણમાં પણ મદદ કરે છે. ફળગાવેલા ચણા મગજને તિક્ષ્ણ બનાવવાની સાથે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.વજન ઓછું કરવામાં પણ ફળગાવેલા ચણા ખૂબ જ ગુણકારી હોય છે. ફળગાવેલા ચણા ખાવાથી કબજિયાત અને પેટના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.
અંકુરિત ચણા ધાતુ પુષ્ટ કરનારા, માંસપેશીઓને સુદૃઢ બનાવનારા અને શરીરને વજ્ર સમાન બનાવનારા તથા લગભગ બધા જ ચર્મ રોગનો નાશ કરનારા છે. જો તમે ફળગાવેલા કાળા ચણાનું સેવન કરશો તો તેનાથી શરીરને ભરપૂર માત્રામાં પોષણ મળે છે.તેનાથી શરીરમાં લોહીની માત્રા વધે છે. જો તમે ફળગાવેલા ચણાનું દરરોજ સેવન કરશો તો તેનાથી કેટલાય પ્રકારના રોગથી રાહત મળે છે. જેમકે અંકુરિત ચણાનું સેવન ફેફસાંને મજબૂત કરે છે, લોહીમાં કૉલેસ્ટેરૉલ ઓછું કરે છે અને હૃદયની બીમારીઓ દૂર કરવામાં સહાયક નિવડે છે.
ફણગાવેલા ચણા બનાવવાની રીત
- ધોઈ લીધા બાદ વાકટી કે તપેલીમાં ચણાને 10થી 12 કલાક પાણીમાં પલાળી રાખો.
- જે બાદ પલળેલા ચણાને એક કોટનનાં કાપડમાં બાંધી લો અને તેમાં 8થી 10 કલાક રહેવા દો.
- જે બાદ ચણા અંકુરિત થઇ જશે
- હવે અંકુરીત થઈ ગયેલ ચણાને તમે લિબું, મીઠુ સ્વાદ અનુસાર નાખીને સવારે ખાઈ શકો છો
Trending News