બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કેવી રીતે થયો ડિજિટલ દુનિયાના જાદૂઈ જીન કહેવાતા સૌથી મોટા વિશ્વકોશ વિકિપીડિયાનો જન્મ.

 તમે અત્યાર સુધી ગુગલમાં જાત જાતની જાણકારીઓ સર્ચ કરી હશે જેની માહિતી તમને વિકીપીડિયાએ આપી હશે પરંતું ક્યારેક ગુગલમાં વિકીપીડિયા સર્ચ કર્યું છે?... ક્યારેક મનમાં એવા સવાલ થયા છે કે વિકીપીડિયા પાસે આટલી બધી જાણકારી ક્યાંથી આવે છે?... ત્યારે જાણીએ વિકીપીડિયાના જન્મથી લઈ તેનું મહત્વ અને તેમાં કેટલા લેખો સમાવિષ્ટ છે. 

જ્યારે ઈન્ટરનેટ ન હતું ત્યારે લોકો કેવી રીતે માહિતી મેળવતા હશે. વિદ્યાર્થીને કોઈ સવાલ થાય તો શિક્ષકને પૂછતો હશે અને શિક્ષક પણ તેની પાસે જેટલી માહિતી હશે તેટલી જાણકારી આપી શકતો હશે. તે સમયે દરેક બાબતો અંગેની ઈચ્છિત માહિતી હાથવેંત નહોંતી. આજે સમય બદલાયો છે હવે ટાંકણીથી લઈને તમે સ્પેસ સેન્ટરની જાણકારી ગુગલમાં ચપટી વગાડીને મેળવી શકો છો.

બાળપણમાં તમે ટીવીમાં કે કોમિક્સમાં  'અલાઉદ્દીન કા જીન' કાલ્પનિક વાર્તા જોઈ હશે કે વાંચી હશે. અલાઉદ્દીન પાસે જીન હોય છે અને જીન તેની ઈચ્છાઓ પૂર્ણ કરે છે.આજના ડિજિટલ યુગમાં વિકીપીડિયાએ જીનનું સ્થાન લીધુ છે. હા વિકીપીડિયા તમને કોઈ વસ્તુ નથી આપતું પરંતું તમને દરેક પ્રકારની જાણકારી અવશ્યથી આપે છે. વિકીપીડિયામાં કરોડો વિષયો પર લેખો લખાયા છે.

તમે ગુગલમાં ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજકારણ , સ્પેસ સાયન્સ, ફિલ્મી સિતારાઓ સહિતની નાનામા નાની વિગતો સર્ચ કરશો તો વિકીપીડિયામાં ચોક્કસથી તમને તેની સંપૂર્ણ માહિતી આપશે. વિકીપીડિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ સંપાદન કરી શકે છે. ત્યારે તમને ખબર છે કે  વિકીપીડિયાની શરૂઆત ક્યારે થઈ? તેમા અત્યાર સુધી કેટલા લેખો છે? અને વિકીપીડિયાની જાણકારી બાબતે કેમ સવાલ ઉઠતા રહ્યા છે?

વિકીપીડિયાનો જન્મ
વિકીપીડિયાની શરૂઆત ઈન્ટરનેટની દુનિયામાં વર્ષ 2001માં થઈ હતી. વિકીપીડિયા સંસ્થાની શરૂઆત નફો ન કરનારી સંસ્થા તરીકે કરવામાં આવી હતી. જિમી વેલ્સ અને લૈરી સૈંન્જર વિકીપીડિયાના સ્થાપક હતા. વિકીપીડિયા શેરમાર્કેટમાં લિસ્ટેડ કંપની નથી અને વિકીપીડિયાએ ક્યારેય નફો કમાવ્યો નથી. વિકીપીડિયા કોઈ જાહેરાતનું પણ વેચાણ કરતી નથી. વિકીપીડિયાની વિશેષતા છે કે તેમાં કોઈ પણ સંપાદન કરી શકે છે. આજે 20 વર્ષ બાદ વિકીપીડિયામાં સાડા 5 કરોડથી વધુ લેખોનો ભંડાર છે. 'વેબ એનાલિસીસ ફર્મ એલેક્સા ઈન્ટરનેટ'ના સર્વે મુજબ વિકીપીડિયા ઈન્ટરનેટમાં 13મી સૌથી મોટી લોકપ્રિય વેબસાઈટ છે.

વિકીપીડિયાની ખાસિયત જ છે તેની ખામી
વિકીપીડિયાને દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેતો વ્યક્તિ તેને સંપાદિત કરી શકે છે. ઉદાહરણ તરીકે ગુગલમાં અમદાવાદ સર્ચ કરો તો વિકીપીડિયા તેને અમદાવાદની સ્થાપના તેના ઈતિહાસ અને શહેરની વિવિધતા વિશે જાણકારી મળે છે પરંતું કોઈ વ્યક્તિને અમદાવાદ શહેરની જાણકારીમાં કઈંક નવીન ઉમેરો કરવાનું લાગ્યું તો તે ઉમેરો કરી શકે છે. જો તે વ્યક્તિ પાસે જાણકારી સાચી હોય તો કોઈ સમસ્યા નથી અને લાખો લોકો તે જાણકારી મેળવી શકે છે પરંતું તે જાણકારીમાં તથ્યનો અભાવ હોય તો ગુગલમાં વિકીપીડિયાનો ઉપયોગ કરનાર ખોટી માહિતી મેળવી લે છે.

તમે વિકીપીડિયા ઓપશન સિલેક્ટ કરશો તો તેમાં એડિટ ઓપ્શન આવશે અને તેમાં માહિતીમાં વધારો કરી શકાય છે.
વિકીપીડિયા ભલે લોકોની કેટલીક શંકાઓ દૂર કરી શક્યુ નથી પરંતું વૈશ્વિક રીતે સફળ છે તેમાં કોઈ બેમત નથી. સોશિયલ મીડિયાની બીજી સાઈટો પર સેન્સરશીપ, ફેક ન્યૂઝ, ખોટી માહિતીઓ ફેલાવવા સુધીના આક્ષેપ થતા હોય છે તેની સામે વિકીપીડિયાની પ્રતિષ્ઠા ઘણી સારી છે.