બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

માણસના વફાદાર મિત્ર શ્વાનના અવનવા રેકોર્ડ.

વિશ્વનો સૌથી મોટો, વજનદાર અને સૌથી લાંબો શ્વાન ઝોરબા હતો. ૧૯૮૯માં નોંધાયેલા રેકોર્ડ મુજબ તે આઠ ફૂટ ત્રણ ઇંચ (નાકથી પૂંછડી સુધી) લાંબો હતો અને વજન ૩૪૩ પાઉન્ડ. વિશ્વનો સૌથી ઊંચો શ્વાન શામગ્રેટ ડાન્ઝા ૪૨ ઇંચ ઊંચો અને ૨૩૮ પાઉન્ડ વજનનો હતો.

વિશ્વનો સૌથી નાનો શ્વાન ઇંગ્લેન્ડનો યોર્કી બે વર્ષની ઉંમરે ૨.૫ ઇંચ ઊંચો અને ૩.૭૫ ઇંચ લાંબો હતો તે માત્ર ચાર ઔંસ વજનનો હતો. વિશ્વનો સૌથી વૃધ્ધશ્વાન બ્લ્યૂઈ નામનો ઓસ્ટ્રેલિયન કેટલ ડોગ હતો. તેણે ૨૯ વર્ષ પાંચ મહિનાનું આયુષ્ય ભોગવેલું.

વિશ્વમાં સૌથી વધુ ડ્રગ્સ પકડનાર શ્વાનમાં અમેરિકાના કસ્ટમ વિભાગનો 'સ્નેગ' નામનો લેબ્રાડોર જાણીતો છે. તેણે એક વર્ષમાં ૧૧૮ વખત ડ્રગ્સની ખેપ પકડી હતી. જેની કિંમત ૮.૧૦ કરોડ ડોલર હતી.
કેટલાક શ્વાનની સુંઘવાની શક્તિ માણસ કરતાં લાખો ગણી વધારે હોય છે.