બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હૈદરાબાદએ બે હાર પછી સીઝનની પહેલી મેચ જીતી

IPLની 13મી સીઝનની 11મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અબુ ધાબી ખાતે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું છે. 163 રનનો પીછો કરતાં દિલ્હી કેપિટલ્સ 7 વિકેટે 147 રન જ કરી શક્યું. હૈદરાબાદ માટે સ્પિનર રાશિદ ખાને મહત્ત્વની ભૂમિકા ભજવતાં 4 ઓવરમાં માત્ર 14 ઓવર રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે પણ દિલ્હીના 2 બેટ્સમેનને પેવેલિયન ભેગા કર્યા. દિલ્હી માટે શિખર ધવને સર્વાધિક 34 રન કર્યા. આ મેચ જીતીને હૈદરાબાદે પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું ખાતું ખોલ્યું છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

IPLમાં રાશિદ ખાનનો શ્રેષ્ઠ દેખાવ:

3/14 vs દિલ્હી કેપિટલ્સ, અબુ ધાબી, 2020 *
3/19 vs ગુજરાત લાયન્સ, હૈદરાબાદ, 2017
3/19 vs કિંગ્સ ઇલેવન પંજાબ, હૈદરાબાદ, 2018
3/19 vs કોલકાતા નાઈટ રાઈડર્સ, કોલકાતા, 2018

પૃથ્વી અને ઐયરે નિરાશ કર્યા
પૃથ્વી શો 2 રને ભુવનેશ્વર કુમારની બોલિંગમાં કીપર બેરસ્ટોના હાથે કેચ આઉટ થયો હતો. એ પછી શ્રેયસ ઐયર રાશિદ ખાનની બોલિંગમાં ડીપ કવર્સ પર સમદના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 2 ફોરની મદદથી 17 રન કર્યા હતા. શિખર ધવન રાશિદ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 4 ફોરની મદદથી 34 રન કર્યા હતા. અમ્પાયરે તેને નોટઆઉટ આપતાં હૈદરાબાદે રિવ્યુ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો હતો.