બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોનાને લઈને ICMRએ રાજ્યોને શું આપી ચેતવણી....

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, બીજા સેરો સર્વેના પરિણામો દર્શાવે છે કે દેશની મોટી વસ્તીએ હજી પણ કોરોનાથી સાવધ રહેવાની જરૂર છે. બીજા સેરો સર્વેમાં, 10 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોરોનાનાં ફેલાવાનું પ્રમાણ 6.6 ટકા જોવા મળ્યું હતું જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં તે 7.1 ટકા હતું. સર્વે અંગે સીધી ભાષામાં કહીએ તો લગભગ 8 થી 9 કરોડની વસ્તીમાં કોરોના આવીને ચાલ્યો ગયો. શહેરી ઝૂંપડપટ્ટીની વસતીમાં 15.6 ટકા, તો બિન-ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 8.2 ટકા, ગ્રામીણ વિસ્તારોમાં તેની ટકાવારી 4.4 ટકા રહી.




સીરો સર્વેથી જાણવા મળ્યું છે કે દેશની મોટાભાગની વસ્તીમાં હજી પણ કોરોનાનું જોખમ છે. બીજો સેરો સર્વે દેશના 21 રાજ્યોના 70 જિલ્લાઓમાં કરવામાં આવ્યો હતો. સર્વેમાં આ 70 જિલ્લાઓના 700 ગામો / વોર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે 17 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બરની વચ્ચે કરવામાં આવ્યું હતું જેમાં 29082 લોકો પર કરાયો હતો. સરકાર દરરોજ ટેસ્ટીંગ ક્ષમતામાં વધારો કરી રહી છે. દેશમાં હવે દરરોજ 15 કરોડના ટેસ્ટ થઈ શકે છે. સપ્ટેમ્બરમાં જ, 2.97 કરોડ ટેસ્ટ  કરવામાં આવ્યા છે.


કોરોના વાયરસ પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં કોરોના વાયરસથી 51 લાખ કરતા વધુ લોકો સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી 7 કરોડ 30 લાખ ટેસ્ટ થયા છે. પાછલા સપ્તાહે 77.8 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા. સીરો સર્વેથી જાણવા મળ્યું છે કે દેશની મોટી જનસંખ્યા પર હજુ કોરોનાનો ખતરો છે.


પ્રતિ 10 લાખની વસ્તીમાં ભારતમાં 4453 કોરોનાના કેસ છે. નવા કેસમાં ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તીપર 425 કેસ છે. કોરોનાને કારણે પ્રતિ 10 લાખની વસ્તીમાં 10 લોકોના મૃત્યુ થયા છે. સપ્ટેમ્બરમાં 2 કરોડ 97 લાખ ટેસ્ટ થયા છે. ઓગસ્ટમાં આ આંકડો 2 કરોડ 39 લાખ હતો. તેમણે કહ્યું, "બીજા સીરો સર્વે રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ સુધીમાં 10 વર્ષથી વધુ ઉંમરની દર 15મી વ્યક્તિ કોરોનાનો ભોગ બની છે."


આ સીરો સર્વેથી સામે આવ્યું છે કે દેશની મોટી વસ્તી પર હજુ કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો યથાવત છે. 5 ટી (ટેસ્ટ, ટ્રેક, ટ્રેસ, ટ્રીટ અને ટેક્નોલોજી)ની નીતિ અપનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આગામી તહેવારો, ઠંડી અને સામૂહિક ભીડને જોતા રાજ્યો દ્વારા કન્ટેઈનમમેન્ટ રણનીતિને લાગૂ કરવાની જરૂરીયાત છે.