બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

100 કરોડ રૂપિયા હોય તો દેશનું ગૌરવ INS વિરાટ જહાજ તુટતું બચે....

ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગૂ્રપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે.


જહાજ રાષ્ટ્રગૌરવના નામે 38.34 કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગૂ્રપ તેને સવાસો કરોડમાં વેચવા તૈયાર થયું છે. શ્રીરામ ગૂ્રપના મુકેશ પટેલે કહ્યુ હતુ કે આમ તો સવાસો કરોડ મૂલ્ય છે, પણ હું 100 કરોડમાં આપવા તૈયાર છું. જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ છે. 


ભારતીય નૌકાદળની શાન ગણાતા બીજા વિમાન-વાહક જહાજ આઇએનએસ 'વિરાટ'ને સાગરી સંગ્રહાલયમાં ફેરવવા માટે કોઇ રાજ્યની સરકારે તૈયારી ન બતાવતા છેવટે નેવીએ જહાજને ભંગારમાં કાઢી નાખવાનો નિર્ણય લેવો પડયો હતો.  અત્યારે  આ જહાજ ભાવનગર પાસેના અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં પહોંચી ગયું છે.


આઇએનએસ 'વિરાટ'નું  લીલામ થયું ત્યારે અલંગની કંપની શ્રીરામ ગુ્રપે 38.54 કરોડમાં ખરીદી લીધું હતું અને તેને અલંગના શિપબ્રેકિંગ યાર્ડમાં ભાંગવા માટે લાવવામાં આવ્યું છે. હવે આ જહાજને ભાંગતુ બચાવવા માગતી  મુંબઇની એક કંપની પાસે 100 કરોડ રૂપિયાની માગણી લીલામમાંથી ખરીદનાર કંપની તરફથી કરવામાં આવી છે.

મુકેશ પટેલના જણાવ્યા મુજબ 'મુંબઇની કંપની આ જહાજ ખરીદવા માગે છે, તેને મેં કહ્યું કે હું પણ દેશભકત છું અને તેઓ જો જહાજ ખરીદીને સંગ્રહાલય બનાવવા માગતા હોય તે મને વાંધો નથી.




પરંતુ તેમણે ભારત સરકારનું ના હરકત પ્રમાણપત્ર (એનઓસી)  સૌથી પહેલાં આપવું પડશે કારણ મેં તો  આ શિપ ભંગારમાં ખરીદ્યુ  છે. એનઓસી એટલે માગું છું કે ભવિષ્યમાં કોઇ એવો  આક્ષેપ ન કરી શકે કે કોઇ સ્કેમમાં અમે પણ સંડોવાયેલા હતા'. જોકે દેશ પ્રેમ માટેખરીદ્યા પછી પણ તેઓ જહાજને ભાંગી જ રહ્યા છે. 


પટેલે વધુમાં કહ્યું હતું  કે મેં આ જહાજ માટે 125 કરોડ  રૂપિયા માગ્યા છે. સાથોસાથ એ પણ તૈયારી બતાવી છે કે મુંબઇની કંપની  પોતાના હિસાબે અને જોખમે જહાજને તરતુ કરવા તૈયાર હોય તો 100 કરોડ રૂપિયામાં આપી દેવાની મારી તૈયારી છે.


મારા ખાતામાં 100 કરોડ જમા થઇ ગયા એમ બેન્ક તરફથી મને જાણ કરવામાં આવશેે ત્યારે એ જ ઘડીએ જહાજનો હવાલો ખરીદારને સોંપી જઇશ. એ રીતે રાષ્ટ્રનું ગૌરવ રહી ચૂકેલા જહાજના સીધા જ ભાવ-તાલ થવા લાગ્યા હતા. આ એરક્રાફટ કેરિયરને મ્યુઝિયમમાં ફેરવવા ઇચ્છે છે. કંપનીના ડાયરેકટર  વિષ્ણુકાંત શર્માએ જણાવ્યું હતું કે જહાજ ખરીદવા માટે શ્રીરામ ગુ્રપ સાથે વાટાઘાટો ચાલે છે.


ગોવા સરકારે જહાજને ગોવાના કિનારે લાવવાની તૈયારી દર્શાવી છે. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે આ જહાજને સંગ્રહાલયમાં ફેરવતા પહેલાં સંરક્ષણ મંત્રાલયની મંજૂરી મેળવવી પડશે. ગોવા સરકારે ત્યાંના દરિયા કિનારે જહાજને લાંગરવાની ઇચ્છા દર્શાવી છે એટલે તેણે પણ સંરક્ષણ મંત્રાલયનો સંપર્ક કરવો પડશે.