બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

તાલિબાને અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડશે તો તેને વિનાશક પરિણામોનો સામનો કરવો પડશે: જો બિડેન

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને (US President Joe Biden) રાષ્ટ્રને પોતાના સંબોધનમાં અફઘાનિસ્તાનમાંથી પોતાના દેશના સૈનિકોને પાછા ખેંચવાના નિર્ણયનો સખત બચાવ કર્યો છે. સાથે જ તેમણે તાલિબાનને કોઈપણ ગેરસમજમાં ન જીવવાની ચેતવણી આપતા કહ્યું કે જો તાલિબાન અમેરિકન હિતોને નુકસાન પહોંચાડે તો તેને વિનાશક પરિણામ ભોગવવા પડશે. વ્હાઈટ હાઉસથી ટેલિવિઝન પર આપેલા સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે જો તાલિબાન આવું કંઈક કરવાની હિંમત કરે તો આપણી પ્રતિક્રિયા એટલી ઝડપી અને શક્તિશાળી હશે કે તેની કલ્પના પણ નહિ કરી હોય.

બિડેને કંધારથી લઈને કાબુલ પર કબજો જમાવનાર તાલિબાન પાસેથી કાબુલ એરપોર્ટ (Kabul Airport) મારફતે અમેરિકન રાજદ્વારીઓ અને અન્યની સલામત પરત ફરવાની પ્રક્રિયામાં કોઈ અવરોધો ન સર્જવાની સૂચના આપી હતી. બિડેને કહ્યું કે જો જરૂર પડશે તો અમે અમારા લોકોની સુરક્ષા માટે ભયાનક તાકાત સાથે જવાબ આપીશું. બિડેને કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં અફઘાનિસ્તાનમાં ખાસ કરીને કાબુલમાં જે રીતે પરિસ્થિતિ બદલાઈ છે તે અણધારી છે.

બીજી બાજુ, ભારત અફઘાનિસ્તાનથી તેના રાજદ્વારીઓ અને અન્ય લોકોને પરત લાવવા માટે પણ કામ કરી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી સ્ટીવ બ્લિન્કેને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે આ માહિતી આપી.

બિડેને કહ્યું કે તેઓ અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાના નિર્ણય પર અડગ છે. તેમણે સ્પષ્ટતા કરી, 20 વર્ષ પછી, હું મુશ્કેલ સમયમાં પણ શીખી ગયો કે યુએસ દળોને પાછો ખેંચવાનો ક્યારેય સારો સમય નહોતો.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પરિસ્થિતિ અંગે બિડેને કહ્યું કે તેઓ આવી પરિસ્થિતિથી અત્યંત દુઃખી છે. તેમણે તાલિબાનની સત્તા પર પરત ફર્યા બાદ પણ મહિલાઓના અધિકારો અંગે પગલાં લેવાની ખાતરી આપી હતી.બાયડેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમામ ટીકાઓ અને હુમલાઓ છતાં અમેરિકા તેના સૈનિકોને પાછા ખેંચવાના નિર્ણય પર ઉભું છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાની આગેવાની હેઠળના લશ્કરી હસ્તક્ષેપના બે દાયકાના અંતે કોઈ અફસોસ નથી.