બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ (IIFL) વેલ્થે આજે ઇન્ડિયા રિચ લિસ્ટ 2020ની યાદી બહાર પાડી છે. જુઓ તેમાં ગુજરાત માં કોનો સમાવેશ થાય છે..

ગુજરાતમાં રૂ. 1000 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા 59 લોકો
રાજ્યના અમીરોની સંપત્તિમાં 3%થી 52% સુધીનો વધારો

 આ લિસ્ટ મુજબ ગુજરાતમાં ગુજરાતમાં 49 લોકો એવા છે જેમની વેલ્થ રૂ. 1000 કરોડથી વધુ છે. આ યાદીમાં રૂ. 1.40 લાખ કરોડની વેલ્થ સાથે અદાની ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીનું નામ સૌથી ઉપર છે જયારે રૂ. 33,800 કરોડ સાથે નિરમાના કરસન પટેલ બીજા ક્રમે અને ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ રૂ. 33,700 કરોડ સાથે ત્રીજા ક્રમે છે.

ટોપ-10 ભારતીય અમીરોમાં 6 ગુજરાતી :-

તેમાં ટોપ-10 ભારતીય અમીરોમાં 6 ગુજરાતી છે. આમાં સૌથી ઉપર રિલાયન્સના મુકેશ અંબાણી છે. આ સિવાય આ યાદીમાં ગૌતમ અદાણી, અઝિમ પ્રેમજી, ઉદય કોટક અને દિલીપ સંઘવી પણ છે. ટોપ-10 રિચેસ્ટ ભારતીયોની કુલ સંપત્તિ રૂ. 17.02 લાખ કરોડ છે જેમાંથી 63.65% એટલે કે રૂ. 10.83 લાખ કરોડ ગુજરાતીઓની સંપત્તિ છે.

ગુજરાતના ક્યાં શહેરમાં કેટલા ધનાઢ્યો રહે છે તે જાણો..

અમદાવાદ- 38
સુરત-11
રાજકોટ-7
વડોદરા-3