બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સપ્ટેમ્બર ઇતિહાસનો સૌથી ગરમ મહિનો, આર્કટિકમાં પણ તાપમાન વધ્યું.

કેલિફોર્નિયાની આગ, ધુ્રવ પ્રદેશમાં પિગળતો બરફ, એશિયામાં આવેલું પુર.. એ બધા પાછળ તાપમાનમાં વધારો કારણભૂત. સપ્ટેમ્બર મહિનો ધરતીના ઇતિહાસમાં સૌથી ગરમ નોંધાયો હતો. યુરોપિયન યુનિયનના હવામાન વિભાગે આ આંગેના આંકડા જાહેર કર્યા હતા. એ પ્રમાણે ૨૦૧૯ કરતા આ વર્ષનો સપ્ટેમ્બર સરેરાશ ૦.૦૫ ટકા ગરમ નોંધાયો હતો. સામાન્ય લાગતો આ તાપમાન વધારો ધરતીના વાતાવરણમાં મોટાપાયે ફેરફાર કરવા સક્ષમ છે. 

સંશોધકોએ કહ્યું હતું કે આ મામુલી વધારાને કારણે જ આપણે કેલિફોર્નિયામાં પ્રચંડ દાવાનળ, ધુ્રવ પ્રદેશમાં અસાધારણ ગરમી અને એશિયાના અનેક દેશોમાં પુર જોઈ ચૂક્યા છીએ. ઔદ્યોગિક ક્રાંતિ (૧૮૫૦) પહેલાના આંકડા સાથે સરખામણી કરીએ તો આ મહિને તાપમાનમાં ૧.૩ ડીગ્રી વધારો નોંધાયો હતો.

ઉત્તર ધુ્રવ અથવા આર્કટિક સર્કલ તરીકે ઓળખાતો વિસ્તાર ત્યાં બરફના ખડકલાને કારણે ઠંડી માટે પ્રખ્યાત છે. પરંતુ આર્કટિક સર્કલના કેટલાક વિસ્તારમાં પણ જૂન-જુલાઈ દરમિયાન ૩૫ ડીગ્રી કરતા વધારે તાપમાન નોંધાયું હતું. આટલું બધું તાપમાન ત્યાં નોંધાવાથી બરફ વધારે ઝડપથી પિગળ્યો હતો. ઊંચા તાપમાનને કારણે રશિયાના ઠંડાગાર બર્ફિલા પ્રદેશ સાઈબિરિયામાં જંગલો સતત સળગી રહ્યા છે.

રિપોર્ટ પ્રમાણેે વર્ષના નવ મહિના પુરા થયા છે અને આખો નવ મહિનાનો સમયગાળો પણ સરેરાશ કરતા વધારે ગરમ નોંધાયો છે. અન્ય દેશો તો ઠીક પણ ઠંડા વાતાવરણથી ટેવાયેલા યુરોપિયનોએ પણ સપ્ટેમ્બરમાં સખત ગરમીનો સામનો કર્યો હતો. મધ્ય એશિયાઈ દેશો તુર્કી, ઈઝરાયેલ, જોર્ડનમાં તો તાપમાનના વિક્રમો નોંધાયા હતા. અમેરિકાના રંગીલા શહેર લોસ એન્જેલસમાં આ વર્ષે ૪૯ ડીગ્રી જેટલું અસાધારણ તાપમાન નોંધાયું હતું.