બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ.

કાશ્મીર ખીણમાં વરસાદ અને ભારે બરફ વર્ષાથી અનેક સ્થળે ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે બંધ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારો અને કાશ્મીર ખીણમાં આજે બરફ વર્ષા થતાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે સહિતના માર્ગો બંધ કરી દેવાની ફરજ પડી હતી. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં વરસાદ પડયો હતો. 

મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડયો હતો. દિલ્હીમાં વાદળછાયા વાતાવરણે પગલે લઘુતમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાન 21.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. દિલ્હીમાં 1.6 મિમી વરસાદ નોંધવાંમાં આવ્યો હતો. 

કાશ્મીર ખીણમાં ભારે બરફ વર્ષા અને વરસાદને પગલે ભૂસ્ખલનની ઘટનાઓ વધતા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી. હાઇવેના જવાહર ટનેલની જમીન પર નવ ઇંચ જેટલો બરફ એકત્ર થઇ ગયો હતોે. જમ્મુના ડોડા જિલ્લાના ગુરમુલ ગામમાં ભારે વરસાદને પગલે આઠ પરિવરોને સલામત સૃથળે ખસેડવામાં આવ્યા હતાં. 

ઉત્તરાખંડના તેહરી અને ચમોલી જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં નવેસરથી બરફ વર્ષા થઇ હતી જયારે મેદાની વિસ્તારમાં વરસાદ પડયો હતો. તેહરીમાં લઘુતમ તાપમાન બે ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. કેદારનાથમાં પણ બરફની ચાદર છવાઇ ગઇ હતી. હિમાચલ પ્રદેશમાં પણ નવેસરથી બરફ વર્ષા થઇ હતી.

કોથી અને ગોંડલામાં 30 સેમી બરફ પડયો હતો. કેલોંગમાં 12 સેમી, મનાલીમાં 12 સેમી, કાલ્પામાં 7.5 સેમી અને ડેલહાઉસીમાં 4 સેમી વરસાદ પડયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજસૃથાનના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડયો હતો. શ્રીગંગાનગરમાં લઘુતમ તાપમાન 8.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જૈસલમેરમાં 9.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.