બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

નોર્થ કોરિયામાં ઘરની બારી ખોલવા પર બૅન, ચીન તરફથી પવનમાં પીળી ધૂળ આવી રહી હતી.

ચીન તરફથી પવનમાં પીળા રંગની ધૂળ આવી રહી હોવાથી નોર્થ કોરિયાએ પોતાના દેશવાસીઓને ઘરની બારી સુદ્ધાં ખોલવા પર પ્રતિબંધ લાદ્યો હતો. ગુરૂવારે પ્યોંગયાંગમાં લોકો રેનકોટ પહેરીને બહાર ફરતા હતા. કેટલીક સડકો પર નિર્જનતા હતી. વરસાદ નહોતો તો પણ લોકો રેનકોટ કેમ પહેરીને ફરતાં હશે એવા સવાલના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન તરફથી પીળા રંગની ધૂળ આવી રહી હતી જે ચેપી રોગની વાહક હોઇ શકતી હતી.

ગઇ કાલ સુધી નોર્થ કોરિયાનો એવો દાવો હતો કે અમારે ત્યાં કોરોનાનો એક પણ કેસ થયો નથી. પરતુ બુધવારે 21મી ઓક્ટોબરે સરકારે અચાનક જાહેર કર્યું હતું કે ચીન તરફથી પીળા રંગની જે ધૂળ પવનમાં આપણી તરફ આવી રહી હતી એ કોઇ પ્રકારના ચેપી રોગના વાઇરસ લાવનારી હોઇ શકે છે. માટે તમારે ઘરમાં પૂરાઇ રહેવું. એટલે ગુરૂવારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ હતી. સડકો પર ચકલુંય ફરકતું દેખાતું નહોતું.

પ્યોંગયાંગમાં રશિયન રાજદૂતાવાસે ફેસબુક પર એવો સંદેશો મૂક્યો હતો કે નોર્થ કોરિયન સરકારે તમામ રાજદૂવાતાસોને પણ એવી સલાહ આપી હતી કે તમે બહાર નીકળતા નહીં અને આખો દિવસ મકાનની બારીઓ બંધ રાખજો. નોર્થ કોરિયન ન્યૂઝ એજન્સીએ પણ આ સમાચારને સમર્થન આપ્યું હતું.  એજન્સીએ જણાવ્યા મુજબ ગુરૂવારે પ્યોંગયાંગની સડકો વેરાન અને સૂમસામ હતી. જે થોડાક લોકો અનિવાર્ય કારણસર બહાર નીકળ્યા એ બધાએ વરસાદ નહીં હોવા છતાં રેનકોટ પહેર્યા હતા.