બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રાજકોટમાં પહેલીવાર છેડતી કરનારા સામે થઈ મોટી કાર્યવાહી

રાજ્યમાં છેડતી, દુષ્કર્મ અને સતામણીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હવે છોકરીઓની છેડતી કરનારાઓ હવે ચેતી જજો નહીંતર કડક સજા થશે. આવા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી માટે કાયદાઓને પણ મજબૂત કરવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં પાસા એક્ટ કાયદા હેઠળ રાજકોટમાં પ્રથમ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં પ્રથમ મોટી કાર્યવાહીનું ઉદાહરણ પુરૂ પાડતા શહેર પોલીસે છેડતી કરનારા બે આરોપીઓને પાસા એક્ટ હેઠળ ધકેલી દીધા છે

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં સંચાલિકા સાથે છેડતી થયાની ઘટના સામે આવી હતી. આ સંચાલિકાની ચાર શખ્સો દ્વારા જાહેરમાં બિભત્સ ઇશારાઓ અને એવા શબ્દો બોલીને છેડતી કરવામાં આવી હતી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. રાજકોટ યુનિવર્સિટી પોલીસે જૂનાગઢના વતની અને રાજકોટમાં વામ્બે આવાસ યોજનામાં રહેતા અનમોલ વાળા(ઉં.22) અને જામનગરના પીઠડીયા ગામના વતની કાળુ ઉર્ફે ચિરાગ મકવાણા(ઉં.24) સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. સરકાર દ્વારા પાસાના નવા કાયદા બાદ પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો છે જે સમગ્ર રાજ્ય માટે એક ઉમદું ઉદાહરણ બનશે અને આરોપીઓમાં ફફડાટ વધુ વ્યાપશે.