બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પ્રથમ વાર વ્હેલ માછલીની નવી પ્રજાતિ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવી.

આ નવી વ્હેલના મોં ની રચના ડોલ્ફિન જેવી જોવા મળે છે. માણસે આમ તો ઉપર સાગર ખેડીને નીચે પાતાળ સુધી સંશોધન કર્યા છે. આ દરમિયાન અનેક જીવ સૃષ્ટી હોવાનું ધ્યાનમાં આવ્યું છે પરંતુ હજુ પણ જાણવાનું બાકી રહયું હોય એમ પ્રથમ વાર મેકિસકોમાં વહેલની નવી પ્રજાતિ વૈજ્ઞાાનિકોના ધ્યાનમાં આવી છે. ખૂબજ અંતરિયાળ ટાપુ સાન બેનિતો પાસે વ્હેલની નવી પ્રજાતિ ઝુંડમાં જોવા મળી હતી. અગાઉ મેકિસકોના વિવિધ ટાપુઓ અને તટો પર વહેલની શોધખોળ અને સંશોધન ચાલતા હતા ત્યારે ધ્યાનમાં આવી ન હતી. 

આમ તો વ્હેલ પર દુનિયામાં ખૂબ શોધ- સંશોધન થયું છે ત્યારે આ પ્રજાતિ અત્યાર સુધી કેમ ધ્યાનમાં આવી ન હતી તેની વૈજ્ઞાાનિકોને પણ નવાઇ લાગી હતી. વૈજ્ઞાાનિકોની ટીમે નવી વ્હેલ મળી તે વિસ્તારના પાણીના નમૂના લીધા છે. વ્હેલનું ડીએનએ ટેસ્ટિંગ કર્યા પછી જ તેનું વર્ગીકરણ કરશે. જો તમામ વિગતો અને સરખામણી બરાબર રહેશે તો વ્હેલની આ ૨૪મી પ્રજાતિ હશે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશન દ્વારા આને બ્લીક્ડ વ્હેલની નવી પ્રજાતિ ગણાવવામાં આવી હતી.

આને મળતી આવતી વ્હેલ આજ સુધી માત્ર મરેલી જ મળી છે. મુત્યુ પછી તેની બોડીના અવશેષો કાંઠા સુધી આવતા હોય છે. આ નવી મળેલી પ્રજાતિ અન્ય વ્હેલની સરખામણીમાં નાની છે. સામાન્ય રીતે વ્હેલ પાંચ મીટર સુધી લાંબી હોય છે. આ નવી વ્હેલના મોં ની રચના જુદી જોવા મળે છે. તેનું મોં વ્હેલ કરતા પણ ચાંચ આકારની ડોલ્ફિન સાથે વધુ મેળ ખાય છે. મરીન બાયોલોજિસ્ટ એન્ડયૂ રીડ માને છે કે આમ તો દુલર્ભ વ્હેલની શોધમાં હતા પરંતુ આ પ્રજાતિ તો સાવ જુદા જ પ્રકારની કલ્પના બહારની મળી છે. શોધ અને સંશોધનનો આ જ તો આનંદ હોય છે.