બીગ બોસના પ્રથમ વીકમાં અભિનેતા પ્રતિક સહજપાલે બનાવ્યો અનોખો રેકોર્ડ
ટેલીવીઝન અભિનેતા પ્રતિક સહજપાલ પહેલા દિવસથી જ રિયાલિટી શો બિગ બોસના ઘરમાં આવ્યા બાદ ચર્ચામાં રહેલ છે. જ્યારે એક સપ્તાહ પણ આજે પૂર્ણ થઈ ગયું છે. જ્યારે હવે ઘરના લોકો એકબીજાને વધુ સારી રીતે સમજવા પણ લાગ્યા છે. પરંતુ ચાહકો દ્વારા પ્રતિક સહજપાલની રમતને લઈને પસંદ કરવા લાગ્યા છે. ઘરમાં પ્રથમ કેપ્ટન બન્યા બાદ પ્રતીક સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં રહેલ છે. તેની સાથે અભિનેતાએ બિગ બોસના ઇતિહાસમાં નવો રેકોર્ડ પણ બનાવી લીધો છે. તેણે પ્રથમ અઠવાડિયામાં બિગ બોસના સોશિયલ મીડિયા ટ્રેન્ડનો નવો રેકોર્ડ બનાવી લીધો છે.
અભિનેતા પ્રતીક સહજપાલ બિગ બોસના ઇતિહાસમાં પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ ટ્રેન્ડ રહેનાર પ્રથમ સ્પર્ધક બની ગયા છે. વાસ્તવમાં એક નામી ટ્વીટર પર ટ્વીટ કરીને પ્રતીકના આ રેકોર્ડ વિશે માહિતી આપવામાં આવી છે. આ ટ્વિટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, '#BiggBossOTT સ્પર્ધકો માટે પ્રથમ 100 K ટ્વીટ્સ અને તે પણ પ્રથમ અઠવાડિયામાં જ બિગ બોસના ઇતિહાસમાં આવું ક્યારેય પણ બન્યું નથી. જેમાં એક સ્પર્ધકે પ્રથમ સપ્તાહમાં 100K ટ્વીટ પાર કરવામાં આવી હોય. તેની સાથે તેમને ટ્વીટમાં લખ્યું છે કે, “One Man Army PRATIK”.
છેલ્લા એક અઠવાડિયામાં પ્રતીક સહજપાલની ભૂમિકાને ઘરમાં ઘણો હંગામો જોવા મળ્યો હતો. આ અઠવાડિયામાં તેણે શોની અંદર એન્ટ્રી થતા જ દિવ્યા અગ્રવાલ સાથે ઉગ્ર ઝઘડો પણ કર્યો હતો. પ્રતીક અન્ય સ્પર્ધકો સાથે થયેલા ઝઘડાઓના કારણે પણ ચર્ચાઓમાં રહ્યો હતો. આ કારણોસર તે શોના પ્રથમ દિવસથી જ સોશિયલ મીડિયા પર છવાયેલો રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતીકને પોતાનો પ્રતિભાવ આપતા જોવા મળ્યા છે. પ્રતીક, દિવ્યા અગ્રવાલ સિવાય શમિતા શેટ્ટી પણ નેહા ભસીન સાથે ટકરાતા જોવા મળ્યા છે. જોકે તેણે નેહાની માફી પણ માંગી લીધી હતી. મહત્વની વાત એ છે કે, શોમાં અક્ષરા સિંહ સાથે પ્રતિકનું જોડાણ થયેલું છે. તેની સાથે બંને બિગ બોસ ઓટીટીમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરી રહ્યા છે, જેના કારણે તેમને બોસ લેડી અને બોસ મેનનો ટાઈટલ આપવામાં આવ્યું છે.