અનલોક-5 ની ગાઈડલાઈનમાં અમદાવાદના આટલા સ્વિમિંગ પુલ થશે શરૂ
લોકોના સ્વાસ્થ્યની દરકારનો દાવો કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવા પશ્ચિમ ઝોનની પ્રજાનું સ્વાસ્થ્ય રામભરોસે છોડી દીધું હોય એમ લાગે છે. દસ લાખથી વધુ નાગરિકો ધરાવતા આ પટ્ટામાં એક પણ મ્યુનિ. સ્નાનાગર તો નથી પણ તેની નક્કર યોજના પણ નથી
વિવિધ સ્વાસ્થ્ય મેળા અને જુદી-જુદી આરોગ્યલક્ષી યોજનાઓ પાછળ મસમોટો ખર્ચ કરતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૦૬માં પોતાના હસ્તક આવેલા નવા પશ્ચિમ ઝોનના વિકાસની ઉપેક્ષા કરતું હોય એમ લાગે છે. ૨૦૦૬માં કોર્પોરેશનની હદમાં સમાવેશ કરાયેલા સરખેજથી નિર્ણયનગર તો ઠીક છેક બોપલ સુધીના વિસ્તારમાં એકપણ મ્યુનિસિપલ સ્નાનાગર તો નથી જ પણ આ વિસ્તારમાં સ્વિમિંગપુલ ઊભો કરવા અંગેની યોજના કે દરખાસ્ત સુધ્ધાં નથી. આ સ્થિતીમાં લોકોએ સ્વિમિંગ માટે દૂર તો જવું જ પડે છે વળી એ પણ ખાનગી કલબોના સ્વિમિંગ પુલોમાં મોટી ફી ચૂકવીને.
શહેરમાં મ્યુનિ.ના ૨૬ સ્વિમિંગ પુલ
શહેરના નાગરિકોની તદુંરસ્તી જળવાય તે હેતુસર કોર્પોરેશન દ્વારા શહેરમાં ૨૬ સ્નાનાગર ઊભા કરવામાં આવ્યા છે. જેમાં૧૨ બાળકો માટે જ્યારે ૧૪ મોટા લોકો માટેના સ્વિમિંગ પુલ છે. આ ૧૪ સ્નાનાગરો પૈકી ૧૨ સ્નાનાગરો ઉપર પથી ૧૨ વર્ષના બાળકોને તૈરાકીની તાલીમ આપવાની સુવિધા છે. તે જ રીતે ૮ સ્નાનાગરોમાં મહિલા સભ્યો માટે તૈરાકીની તાલીમ તથા તરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ સ્વિમિંગ પુલ પૈકીનો નરોડા મેમ્કોનો પુલ પબ્લિક પાર્ટનરશીપથી ચાલે છે. સરસપુર તથા અસારવા સ્નાનાગર જૂનું હોવાથી તોડીને જિમ્નેશીયમ સાથે નવું બનાવવામાં આવ્યું છે.
સ્વિમિંગનો ક્રેઝ વધ્યો છે
૨૦૧૦-૧૧ના વર્ષમાં મ્યુનિ. સ્નાનાગરોમાં ૨૪,૯૪૮ શહેરીજનોએ પ્રવેશ મેળવ્યો હતો. તે બદલ ૧,૨પ,૬૩,પ૯૭ની આવક થઇ હતી. ચાલુ વર્ષમાં ૩૪,૩૦૧ સભ્યો નોંધાયા છે. તેમની પાસેથી લગભગ ૧.૭પ કરોડની આવક થઇ હોવાનું મ્યુનિ. સ્નાનાગરના ઇન્ચાર્જ સુપ્રિન્ટેડેન્ટ ગંજીભાઇ બી. ચૌધરીએ જણાવ્યું છે.આ આંકડા જોતા લોકોમાં સ્વિમિંગ પ્રત્યેનો ક્રેઝ વધ્યો હોવાનું જણાય છે.