બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

પશ્ચિમ બંગાળમાં એક માછલીએે મહિલાને માલામાલ કરી દીધી... જાણો કેવી રીતે

ઘણા લોકોના નસીબ રાતોરાત ઉઘડી જાય છે. તમે ઘણા બધા સમાચારો સાંભળ્યા હશે કે લોટરી લાગવાના કારણે થવા તો ખજાનો મળવાના કારણે વ્યક્તિ રાતોરાત માલામાલ થઇ ગઇ હોય. ત્યારે પશ્ચિમ બંગાળની વૃદ્ધ મહિલા એક માછલીના કારણે માલામાલ થઇ છે. આ એક માછલે તેને અમીર બનમાવી દીધી. આ વૃદ્ધ મહિલાએ ગયા શનિવારે એક વિશાળ માછલી પકડી, જેને વેચવા જતા તેને ત્રણ લાખ રુપિયા મળ્યા છે. 

મળતી માહિતિ પ્રમાણે પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લાના સુંદરવન વિસ્તારના સાગર દ્વિપમાં પુષ્પા કર નામની એક વૃદ્ધ મહિલા રહે છે. જેણે શનિવારે નદીમાંથી 52 કિલોની એક માછલી પકડી. આ માછલીને બજારમાં વેચવા જતા તેને પ્રતિ કિલોના 6200 રુપિયા મળ્યા. જેથી આ મહિલાને કુલ ત્રણ લાખ કરતા પણ વધારેની રકમ મળી છે. આ મહિલાએ તો ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યુ હોય કે તેને એક માછલી માટે આટલા બધા રુપિયા મળશે.

ગામલોકોનું કહેવું છે કે આટલી વિશાળ માછલી કદાચ કોઇ જહાજ સાથે અથડાઇને મરી ગઇ હશે. પુષ્પા કર જ્યારે માછલી પકડવા ગઇ તો તેમણે એક વિશાળકાય માછલીને સપાટી ઉપર તરતા જોઇ અને તે પાણીમાં કુદી પડી. ઘણા મહેનત બાદ તે માછલીને લઇને કિનારે પહોંચી. આ માછલી સડવા લાગી હતી અને તેનું શરીર પણ રબર જેવું થઇ ગયું હતું. તેવામાં આ માછલીનો ઉપયોગ ભલે ખાવા માટે તો ના થાય પરંતુ અન્ય ઘણા કામો માટે આ માછલી ઉપયોગી છે.