બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શિયાળામાં વધી જાય છે સાંધાનો દુખાવો? રાહત માટે અજમાવો આ પદ્ધતિ.

સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ જાય છે તેના કેટલાય કારણ છે. શિયાળો આવતા જ વૃદ્ધ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધતી જોવા મળે છે. જેમ, જેમ શરદી વધતી જાય છે દુખાવામાં પણ વૃદ્ધિ થાય છે. બલ્ડ સર્ક્યુલેશન ઠીક ન હોવા ઉપરાંત રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે, જેનાથી શરીરના ભાગોમાં લોહી પહોંચી શકતું નથી. લોહી સંચારિત ન હાવાને કારણે બૉડી ટેમ્પરેચર ઓછુ થવા લાગે છે, જેનાથી સાંધા જકડાઇ જાય છે. એટલા માટે શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધારે રહે છે. જાણો, દુખાવામાં રાહત મેળવવાના કેટલાક ઉપાય વિશે... 

કયા લોકોને થાય છે વધારે સમસ્યા? 

ઑસ્ટિયોઆર્થરાઇટિસ, રૂમેટાઇડ સંધિવા, સાંધાનો દુખાવો, પહેલાની ઇજા અથવા ઉમર લાયક લોકોને આ સમસ્યા વધારે જોવા મળે છે.. ઘૂંટણો ઉપરાંત આ સમસ્યા કોણી, ખભા અને હાથમાં પણ થઇ શકે છે. 

ઘીનું સેવન કરો

સંધિવા એક એવો રોગ છે જેમાં વા ની સમસ્યા વધી જાય છે જેનાથી આખા શરીરમાં નમી ઘટવા લાગે છે અને કારણે ચિકણાશ ઓછી થઇ જાય છે. ઘી, તલ અથવા ઓલિવ તેલના ઉપયોગથી સોજામાં રાહત મળે છે, સાંધામાં ચીકણાશ પેદા થાય છે અને સાંધા જકડાઇ જવાની સમસ્યામાં રાહત મળે છે. 

યોગથી દૂર ભગાડો રોગ

યોગ 100 રોગની એક દવા છે, જેનાથી તમે માત્ર સાંધાનો દુખાવો જ નહીં પરંતુ કેટલીય બીમારીઓને દૂર રાખી શકે છે. જો તમે અઘરાં આસન કરવા નથી માંગતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને પોતાની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવો. આ ઉપરાં સવાર-સાંજ 25-30 મિનિટનું વૉકિંગ પણ તમારા સાંધાને સ્વસ્થ રાખશે. 

ખાણી-પીણીનું ધ્યાન રાખો

સાંધાના દુખાવામાં રાહત માટે યોગ્ય અને સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. કારેલા, રીંગણ, લીમડો અને ડ્રમસ્ટિકનું સેવન આ રોગમાં વધારેમાં વધારે કરો અને આ સાથે જ એવોકાડો પણ ખાઓ. 

શિયાળાનો કુમળો તડકો

સવારે 10-15 મિનિટ હુંફાળા તડકામાં ફરો અથવા યોગ કરો. તેનાથી શરીરને વિટામિન ડી મળશે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક રહેશે.