બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ગોધરામાં સ્વતંત્રતા દિવસે ૧૦૦ ફુટની ઉચાઈએ તિરંગો લહેરાવાયો.

ગોધરા : પંચમહાલ જીલ્લામાં આજે ૭૪મા સ્વતંત્રતા પર્વની ઉજવણી યાદગાર બનીજવા પામી હતી.જેમા ગોધરા શહેરની મધ્યમા આવેલા ગાંધીચોક ખાતે આજે ૧૦૦ ફુટની ઉચાઈએ તિરંગો ધારાસભ્ય સી.કે.રાઉલજીના હસ્તે લહેરાવામા આવ્યો હતો.

પંચમહાલ જીલ્લામા આજે ૭૪માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામા આવી હતી.  જીલ્લાના ગોધરા ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે સૌથી મોટા તિંરગાને  ફરકાવામા આવ્યો હતો.આ તિરંગો સતત લહેરાતો  રહેશે. ગોધરા ખાતે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦નો આજનો દિવસ નગરના ઈતિહાસમાં યાદગાર બની રહેવાનો છે. 


ગોધરા શહેરમા આજે ૧૦૦ ફુટની  ઉચાઈ પણ ધ્વજ લહેરાવામા આવ્યો હતો. ગોધરા શહેરની મધ્યમા આવેલા ગાંધીચોક ખાતે ૧૦૦ ફુટ જેટલા ઉચા પોલ ઉપર આજે તિંરગો લહેરાવામા આવ્યો હતો. આ તિંરગાનુ માપ ૩૦ x૨૦ ફુટ જેટલુ છે. ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા આજે તિરંગાને ફરકાવીને સલામી આપવામા આવી હતી. આ પ્રસંગે ગોધરા પાલિકાના પ્રમુખ ઈલેન્દ્ર પંચાલ સહિત અન્ય હોદેદાર ફાયરવિભાગના કર્મચારીઓ હાજર રહીને સલામી આપામા આવી હતી.હાલમા કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારની કોવીડ ૧૯ની ગાઈડલાઈન પ્રમાણેના નિયમોનુ પાલન પણ કરવામા આવ્યુ હતુ.